પોલીસે અટકાવી ભાજપની નિર્ભય યાત્રા, સંગીત સોમે સરકારને આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ

નવી દિલ્હી: હિન્દુ પલાયનના પેચમાં ફસાયેલા યૂપીના કૈરાનામાં શુક્રવારે રાજકીય ગરમાવો ત્યારે વધી ગયો, જ્યારે વહીવટીતંત્રની મનમાની છતાં ધારાસભ્ય સંગીત સોમના નેતૃત્વમાં ભાજપ કાર્યકર્તાઓએ સરઘનાથી કૈરાના તરફ ‘નિર્ભય યાત્રા’ શરૂ કરી દીધી. જો કે વિસ્તારમાં કલમ 144 લાગૂ હોવાથી તેમને થોડીવારમાં અટકાવી દેવામાં આવ્યા હતા.

યાત્રા અટકાવવામાં આવતાં ભાજપના ધારાસભ્યએ કહ્યું કે ‘વરિષ્ઠ અધિકારીઓએ અમને અટકાવ્યા છે. એમ કહી રહ્યાં છે કે કલમ 144 લાગૂ છે. એટલા માટે અમે પણ યાત્રા અટકાવી રહ્યાં છીએ. આ સાથે જ તેમણે અખિલેશ સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે.

આ પહેલાં ભાજપે જવાબમાં સપાના અતુલ પ્રધાનના નેતૃત્વમાં સદભાવના યાત્રાને પણ પોલીસે અટકાવી હતી. સરઘના અને કૈરાનામાં પહેલાંથી કલમ 144 લાગૂ છે.

માહોલ બગાડી રહી છે ભાજપ: શિવપાલ
આ દરમિયાન યૂપીમાં મંત્રી અને સપા નેતા શિવપાલ યાદવે ભાજપ પર માહોલ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ‘અમે મોદી સાહેબ અને સંગીત સોમને કહી રહ્યાં છીએ કે જ્યારે ગુજરાતમાં રમખાણો થયા તો કેટલા લોકો માઇગ્રેટ કરી ગયા હતા, તેમને પરત લાવ્યા. કૈરાનામાં કોઇ પલાયન થયું જ નથી. આ લોકો ચૂંટણીને જોતાં માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જે કોઇપણ રમખાણોને ભડકાવવાનો પ્રયત્ન કરશે. અમે તેમના વિરૂદ્ધ સખત કાર્યવાહી કરીશું.’

શિવપાલ યાદવે ઇન્ટેલિજન્સ ઇનપુટનો હવાલો આપતાં કહ્યું કે કૈરાનાથી કોઇ પલાયન થયું નથી. તેમણે કહ્યું કે અમે ભાજપને માહોલ ખરાબ ન કરવાનું કહી રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે શુક્રવારે સવારે સંગીત સોમે યાત્રા શરૂ કર્યા બાદ કહ્યું હતું કે તેમને કલમ 144 વિશે કોઇ જાણકારી નથી. ભાજપના ધારાસભ્યએ કહ્યું કે ‘તમારા લોકોનો મિજાજ જોઇ રહ્યાં છીએ. અમને ભગવાન પર ભરોસો છે કે આ યાત્રાને પોતાની મંજીલ સુધી જરૂર પહોંચાડીશું.’

આ પહેલાં સરઘનામાં ભાજપના નેતા સંગીત સોમના સમર્થક લાઠી અને ગંડાસા લઇને આવાસ પર પહોંચ્યા. તે નારેબાજી પણ કરી રહ્યાં હતા. સોમે શુક્રવારે સવારે જ કહી દીધું કે તે યાત્રાથી પાછી પાની કરશે નહી. તેમણે કહ્યું કે ‘અમારો એકમાત્ર હેતુ યુપી અને કૈરાનાના લોકોને માહિતગાર કરવાનો છે કે તે સુરક્ષિત છે.

You might also like