ભાજપ અને કોંગ્રેસ બંન્ને ધરણા પાર્ટીઓ છે : અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હી : શુક્રવારે કોંગ્રેસે જંતર મંતર પર લોકશાહી માર્ચ કાઢી હતી. જેનાં પગલે આમ આદમી પાર્ટી (આપ) સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપ બંન્ને પર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષોને ધરણા પાર્ટી ગણાવી હતી. કેજરીવાલે ટ્વિટમાં લખ્યું કે આ બંન્ને પાર્ટીઓ રોજ ધરણા કરે છે. આજ ભાજપ પોતાની વિરુદ્ધ જ ધરણા પર છે. દિલ્હી મુખ્યમંત્રીએ આ ટ્વિટમાં સાથે સાથે પોતાનાં વખાણ પણ કરી લીધા હતા. તેમણે જણાવ્યું કે શાસન માત્ર આપ જ યોગ્ય રીતે કરી રહ્યું છે.

શુક્રવારે કોંગ્રેસે લોકશાહી માર્ચનું આયોજન કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ અરવિંદ કેજરીવાલનું આ ટ્વિટ સામે આવ્યું છે. કેજરીવાલ અને આમ આદમી પાર્ટી હાલ વડાપ્રધાન મોદીનાં ગ્રેજ્યુએશનની ડિગ્રીનો મુદ્દો ઉઠાવ્યો છે. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન મોદીએ ડીયુમાંથી ગ્રેજ્યુએશન કર્યું જ નથી. તેમણે ડીયુનાં વીસીને પત્ર લખીને વડાપ્રધાન મોદી અને ડીયુનાં શૈક્ષણીક સંબંધ સાથે જોડાયેલી તમામ જાણકારી વેબસાઇટ પર મુકવા અથવા પબ્લિક ડોમેન દ્વારા ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ કેજરીવાલ સરકાર સાતમાં આસમાને વિહાર કરી રહી છે. તે પોતાની સરકારનાં ગુણગાન કરતા સરકાર થાકતી નથી. કેજરીવાલનાં તમામ મંત્રીઓ પોતાની સરકારની વાહવાહી તો કરે જ છે. સાથે સાથે કેજરીવાલ પોતાનાં પ્રચાર પ્રસાર માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે.

You might also like