કાશ્મીરનાં 80 મંદિરો ક્યાં ગાયબ થઇ ગયા સરકાર આપે જવાબ

નવી દિલ્હી : બીજુ જનતાદળ (બીજદ) દ્વારા જમ્મુ – કાશ્મીરમાં ઝડપી ગાયબ થઇ રહેલા મંદિરોનો મુદ્દો ઉઠાવતા સંસદમાં શુક્રવારે સરકારને સવાલ પુછ્યા હતા. બીજદે શુક્રવારે લોકસભામાં કહ્યું કે 2009થી અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં 80 મંદિરો તોડી પાડવામાં આવ્યા છે. આ સાથે જ સરકારને સવાલ પુછવામાં આવ્યો કે આવા અલગતાવાદી નેતાઓને સુરક્ષા શા માટે આપવામાં આવી રહી છે, જેઓ સતત ભારત વિરોધી ગતિવિધિઓ કરી રહ્યા છે. ભાજપનાં નિશિકાંત દુબે દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ અંગે બોલતા બીજદનાં ભર્તહરી મહેતાબે કહ્યું કે કે્દ્ર સરકાર દ્વારા અપાયેલ લિસ્ટ અનુસાર ઓછામાંઓછા 80 મંદિરો ગાયબ છે. લિસ્ટ અનુસાર 1989 પહેલા કાશ્મીરમાં 436 મંદિર હતા. 266 મંદિરો સહીસલામત અને 170 ક્ષતીગ્રસ્ત હાલતમાં હતા. કાશ્મીરનાં મંદિર, પર્યટન કેન્દ્ર ત્યાર બાદ 90 મંદિરોનો પુનર્રુદ્ધાર કરવામાં આવ્યો હતો. તો હવે 80 મંદિરો ક્યાં ગયા.
મત્રહરીનાં અનુસાર 1989માં કાશ્મીરી પંડિતોની વિરુદ્ધ ચાલુ કરાયેલા અભિયાન તથા આતંકવાદીઓનાં ડરથી 1989થી અત્યાર સુધી 3.5 લાખ હિન્દુ ત્યાંથી ધર છોડીને અન્ય જગ્યાઓ પર વસ્યા છે. તે સાથે જ મહેતાબે કેન્દ્રને પુછ્યું કે તેઓ ભારતની વિરુદ્ધ પ્રવૃતી કરનારા અને ટીપ્પણીઓ કરનારા અલગતાવાદી નેતાઓને સુરક્ષા શા માટે આપી રહ્યા છે. આ લોકોની સુરક્ષા પાછળ કાશ્મીર સરકારનાં કેટલા રૂપીયા વેડફાઇ રહ્યા છે.
મહેતાબે કહ્યું કે તે સરકાર પાસેથી જવાબ સાંભળવા માંગશે કારણ કે મને લાગે છે કે આ સરકાર સંસદમાં પુછવામાં આવતા સવાલોનાં જવાબો આપે છે. મહેતાબની તરફથી આકડાઓ દેખાડવામાં આવ્યા. આ આંકડાઓ ગૃહસચિવ દ્વારા સંસદને આપવામાં આવ્યા હતા. તેમાં ઉલ્લેખ હતો કે 1989માં કાશ્મીરમાં 436 મંદિર હતા.

You might also like