સવારે વ્યક્તિના કાનમાં અચાનક આવવા લાગી ખંજવાળ, ડોક્ટરે અંદર જોયુ તો..

સાઉથ ચીનના ગુઆંગજૌ (Guangzhou) વિસ્તારમાં 30 વર્ષના એક વ્યક્તિના કાનમાં અચાનક ઝડપી ખંજવાળ આવવા લાગી. છેવટે કંટાળીને તે દેખાવામાં માટે ડોક્ટરની પાસે પહોંચ્યો. પરંતુ ડોક્ટર જે ખુલાસો કર્યો તે ખરેખર ચોંકવાનારો હતો. વાસ્તવમાં તેના કાનમાં એક જીવિત ગરોળી હતી.

પીડિત વ્યક્તિનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. એક વેબસાઇટ અનુસાર, જ્યારે વ્યક્તિ રાત્રે સૂઇ ગયો હતો ત્યારે તેની સ્થિતિ સામાન્ય હતી. પરંતુ સવારમાં જ્યારે ઉઠ્યા પછી તેના કાનમાં ખંજવાળ આવવા લાગી, તે સતત વધી રહી હતી. તેથી તેને લાગ્યુ કે રાત્રે સુવા દરમિયાન તેના કાનમાં કોઇ કીડી જતી રહી હશે. મોડું કર્યા વગર તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો ત્યાં ટૂ બો (Tu Bo) નામના ડોક્ટરે તેનું ચેકઅપ કર્યુ અને રિપોર્ટમાં જે આવ્યુ તે ખરેખર ચોંકવાનારું હતુ.

ટૂ બોના અનુસાર, તેના કાનમાં એક જીવત ગરોળી ફરી રહી હતી, તેમને તરત જ ઇન્જેક્શન આપી તે ગરોળીને બેભાન કરી જેથી ગરોળી મગજ સુધી પહોચી ના શકે. તેના પછી મોડું કર્યા વગર ડોક્ટરે ગરોળીને તેના કાનમાંથી બહાર કાઢવામાં આવી હતી. ડોક્ટર અનુસાર, જો થોડું પણ મોડું થયુ હોત તો તે ગરોળીના તેના મગજ સુધી પહોંચી સકતી હતી જેનાથી તેની જાનનુ પણ જોખમ થઇ શકાત.

જો કે, ટૂ બોએ વધુમાં જણાવ્યુ હતું કે ગરોળીને પૂંછડી ન હતી. પહેલા તો તેને લાગ્યુ કે પૂંછડી કાનમાં તો નથી રહી ગઇને? ત્યારબાદ તેમને ફરી એક વખત કાનનું ચેકઅપ કર્યુ પણ પૂંછડી મળી નહી. તેમણે એવી શક્યતા જણાવી હતી કે કદાચ કાનમાં પ્રવેશતા પહેલાં ગરોળી પોતાની પુછડી ગુમાવી ચુકી હશે. બે દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તે વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો અને હવે તે પુરી રીતો સારો છે.

You might also like