આનંદો ! હવે ATMમાંથી ઉપાડી શકાશે ઇચ્છો તેટલી રકમ

નવી દિલ્હી : આરબીઆઇએ 1 ફેબ્રુઆરીથી એટીએમમાં રોકડ ઉપાડવાની સિમા હટાવી દીધી છે. સાથે જ કેન્દ્રીય બેંકે વેપારીઓને રાહત આપતા ચાલુ ખાતા, કેશ ક્રેડિટ એકાઉન્ટ અને ઓવર ડ્રાફ્ટ એકાઉન્ટની રોકડ ઉપાડની મર્યાદાને પણ તત્કાલ રીતે હટાવી દીધી છે. કેન્દ્રીય બેંકે સોમવારે નોટિફિકેશન બહાર પાડીને આ ફેરફારની જાહેરાત કરી હતી.

કેન્દ્રીય બેંકે એટીએમમાંથી ઉપાડ મર્યાદાને વધારી દીધી હોય પરંતુ વેસિંગ બેક એકાઉન્ટમાંથી રોકડની સીમા પર હજી પણ થોડો સમય પાબંદી ચાલુ રહેશે. તેનો અર્થ તે થો કે હવે એટીએમમાંથી એકવારમાં 24 હજાર રૂપિયા સુધી ઉપાડી શકાય છે. ઉલ્લેખનીય છે કે 24 હજાર રૂપિયાની લિમિટ વિકલી છે.

રોકડ ઉપાડની સીમા હટાવતા આરબીઆઇએ કહ્યું કે સેવિંગ એકાઉન્ટ પર રોકડ ઉપાડની સિમા ક્યારે વધારવામાં આવે તે અંગે વિચારણા ચાલી રહી છે. નોટબંધી બાદ આરબીઆઇ એટએમથી રોકડ ઉપાડવાની સીમા 3 વખત વધારી ચુકી છે. નોટબંધી બાદ આ સીમા પહેલા 2500 રૂપિયા પ્રતિ દિવસથી ફરીથી તેને 4500 કરવામાં આવી અને એક મહિના બાદ આ સીમા 10 હજાર રૂપિયા પ્રતિદિન કરાઇ હતી.

You might also like