દરેક શંકાસ્પદ ગતિવિધિઓ પર સરકાર : નાણા મંત્રાલય

નવી દિલ્હી : દેશની અંદર અને બહાર રહેલા કાળાનાણા મુદ્દે સરકાર એક પછી એક મોટા પગલાઓ ઉઠાવી રહી છે. બીજી તરફ કાળાનાણા રાખનારા લોકોને ચેતવણી આપતાનાણામંત્રાલયે કહ્યું કે જે કોઇ પણ લોકો કાળાનાણાને સપેદ કરવા જેવા કામમાં લાગેલા છે તેમને છોડવામાં નહી આવે. એન્ફોર્સમેન્ટ વિભાગ આ પ્રકારનાં નાણાકીય વ્યવહાર અને લોકોની તપાસ કરી રહી છે.

નાણા મંત્રાલયમાં આર્થિક મુદ્દાના સચિવ શક્તિકાંત દાસે ટ્વિટ કરીને કહ્યું કે, જે પણ મનીલોન્ડ્રિંગ અથવા કાળાનાણાને સફેદ કરવાની ગતિવિધિઓમાં સંડોવાયેલા છેતેમને છોડવામાં નહી આવે. એન્ફોર્સમેન્જ એજન્સીઓ આ પ્રકારના નાણાના સ્ત્રોત સુધી પહોંચી અને આ પ્રકારનાં લોકોની યાદીઓ તૈયાર કરી રહી છે. વિવિધ વિભાગો આંતરિક સમજુતી સાથે આ પ્રકારનાં કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ગત્ત 8 નવેમ્બરની સાંજે રાષ્ટ્રના નામે સંબોધન દરમિયાન 500 અને 1000 રૂપિયાની નોટ પ્રતિબંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારે આ પગલુ કાળાનાણા અને આતંકવાદીઓ અને નાણા પહોંચાડવાની ગતિવિધિઓ પર અંકુશ લગાવવાને ધ્યાનમાં રાખીને ઉઠાવ્યો હતો.

You might also like