બિટકોઇન કૌભાંડઃ નલિન કોટડીયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઇથી ધરપકડ

અમદાવાદઃ બિટકોઇન કૌભાંડમાં નલિન કોટડીયાની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. PI કિરણ ચૌધરી અને તેઓની ટીમ દ્વારા મહારાષ્ટ્રનાં ધુલિયાથી ધરપકડ કરવામાં આવી છે. તેઓને આ મામલે મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા હતાં. તેઓ છેલ્લાં કેટલાંય સમયથી ફરાર હતાં.

ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે. બીજી બાજુ બિટકોઇન કૌભાંડમાં આરોપી શૈલેષ ભટ્ટને પણ પકડવા માટેનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. આ ઘટનાને લઇ હવે ઘણાં બધાં રહસ્યો ખુલવાની સંભાવના છે.

મહત્વનું છે કે કરોડો રૂપિયાનાં બીટકોઈન પડાવી લેવાનાં મામલે નલિન કોટડીયા મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા હતાં. નલિન કોટડીયા ફરિયાદીને ગૃહમંત્રીને મળવા માટે લઈ ગયાં હતાં. ગૃહમંત્રીને મળાવવાને બદલે ફરિયાદીને મામલો પતાવી દેવા માટે કહ્યું હતું.

આરોપી જગદીશ પટેલ સાથે નલિન કોટડીયા પણ સતત સંપર્કમાં હતાં. આરોપી પોલીસ કર્મીઓ બીટકોઇન વટાવવા માટે મુંબઇ ગયા હતાં. મુંબઇ સ્થિત કોટડીયાનો ભત્રીજો પણ શંકાનાં દાયરામાં છે. મહત્વનું છે કે છેલ્લાં કેટલાંય સમયથી નલિન કોટડીયાનાં ત્રણેય મોબાઇલ ફોન પણ બંધ હતાં.

ઉલ્લેખનીય છે કે તેઓ નેપાળ ભાગી ગયા હતાં જેવી અફવા પહેલા ફેલાઇ હતી પરંતુ તેઓની મુંબઇથી ધરપકડ કરવામાં આવી છે. મહારાષ્ટ્રનાં ધુલિયાથી કોટડિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વાર ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં શૈલેષ ભટ્ટ પણ મુખ્ય આરોપી છે ત્યારે તેઓની ધરપકડ કરવા મામલે પણ પોલીસે હાલમાં ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like