ચાલુ વર્ષે બિટકોઈનના ભાવમાં ૧૫૫ ટકાનો ઉછાળો

મુંબઇ: દેશમાં બિટકોઇનની માગ વધી રહી છે. દુનિયાભરમાં તેના ભાવ ઝડપથી ઊછળી રહ્યા છે. બિટકોઇનની સૌથી વધુ ખરીદી અમેરિકા, ચીન, જાપાન, કોરિયા અને ભારતના રોકાણકાર કરી રહ્યા છે. બિટકોઇનની એવરેજ કિંમત એક અંદાજ મુજબ ૨,૬૭૦ ડોલરની છે, જે ચાલુ વર્ષની તુલનાએ એક અંદાજ મુજબ ૧૫૫ ટકાનો વધારો નોંધાયો છે. ભારતમાં તેના ભાવ ૨.૨૬ લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે. સપ્લાયમાં જોવા મળેલા ઘટાડાના કારણે ભારતમાં તેના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીએ ૨૦ ટકા વધુ છે. એ જ પ્રમાણે દક્ષિણ કોરિયાના બજારોમાં તેના ભાવ વૈશ્વિક બજારોની સરખામણીએ ૩૫ ટકા વધુ ૩,૮૦૦ ડોલર પર પહોંચી ગયો છે.

રોકાણકારની વૈશ્વિક અને સ્થાનિક મોરચે વધી રહેલી માગના કારણે બિટકોઇનના ભાવમાં ઝડપથી ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. રોકાણકારોને પણ ઝડપી વધ-ઘટના પગલે સતર્ક રહેવા નિષ્ણાતો જણાવી રહ્યા છે.

દરમિયાન ભાવમાં જોવા મળેલા સુધારાના પગલે માર્કેટ કેપિટલ પણ વધીને ૮૯ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ છે. જાપાને સત્તાવાર રીતે બિટકોઇનને માન્યતા પણ આપી દીધી છે.
http://sambhaavnews.com/

You might also like