બેદી શાસ્ત્રીની પડખેઃ ગાંગુલી બોર્ડથી ઉપર નથી

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર અને પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ બે પૂર્વ કેપ્ટન રવિ શાસ્ત્રી અને સૌરવ ગાંગુલી વચ્ચે ટીમ ઇન્ડિયાના કોચની નિમણૂકને લઇને ચાલી રહેલા શાબ્દિક યુદ્ધને લઇને ગાંગુલી પર પ્રહારો કરીને ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ગાંગુલી બોર્ડથી ઉપર નથી. રવિ શાસ્ત્રીની નારાજગી યોગ્ય છે. જ્યારે સંજય માંજરેકરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે મને લાગે છે કે આ હોદ્દા માટે પસંદગી નહીં કરવામાં આવતાં સૌરવ કરતાં રવિ વધારે ખફા છે. આ તેમના માટે નવો અનુભવ છે. BCCIએ કોચ તરીકે સારી વ્યક્તિની પસંદગી કરી છે.

You might also like