વેકેશનમાં જોવાલાયક છે જયપુરની નજીક આવેલ આ સ્થળ…

જયપુરની અંદાજે એક કલાકના અંતરે આવેલ છે બિશનગઢ કિલ્લો, જેનો લગભગ 230 વર્ષનો જૂનો ઇતિહાસ છે. આ આઠ માળના કિલ્લાની ડિઝાઇન ક્યાંય પણ એક સરખી જોવા મળતી નથી.

રાવ બિશનસિંહે પોતાના રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ મજબૂત કિલ્લાનું નિર્માણ કર્યું હતુ. આજે અલીલા ફોર્ટના નામથી પ્રસિધ્ધ આ કિલ્લો જયપુરની વાસ્તુકલાનું એક અનોખું ઉદાહરણ છે. જેના પર મોગલ અને બ્રિટિશ સ્થાપત્યકળાનો પ્રભાવ જોવા મળે છે.

આ કિલ્લામાં 59 રૂમમં 22 જેટલા લે-આઉટ છે. આ ફોર્ટ ઉંચાઇ પર છે તો ગ્રામીણ રાજસ્થાનનો વ્યૂ જોવા માટે બારી રાખવામાં આવી છે જે કોઇપણ ફોર્ટમાં હોતી નથી. અહીં પહોંચવા મટે દિલ્હી-જયપુર રાષ્ટ્રીય માર્ગ પર આવેલ આ કિલો દિલ્હીથી અંદાજે 180 કિમી દૂર છે જ્યારે જયપુરથી માત્ર 55 કિલોમીટર દૂર છે.

You might also like