બિસ્કિટ કેક

સામગ્રી

150 ગ્રામ પારલેજી બિસ્કિટ

5-6 હાઇડ એન્ડ સીક બિસ્કિટ

11/2 ચમચી બેકિંગ પાવડર

1/3 કપ ખાંડ

11/2 કપ દૂધ

2 ચમચી બદામ

1 ચમચી તેલ

બનાવવાની રીતઃ એક ઉંડા માઇક્રોવેવના વાસણને તેલથી ચિંકણુ કરી લો. પારલેજી અને હાઇડ એન્ડ સીક બિસ્કિટને નાના ટૂંકડામાં કટ કરી લો. તેમાં ખાંડ ભેળવીને મિક્ટરમાં બારીક ક્રશ કરી લો. એક મોટા વાસણમાં દૂધ લો તેમાં બિસ્કિટનો પાવડર ધીમે-ધીમે મિક્સ કરો અને ઘાટ્ટી પેસ્ટ બનાવો. મિશ્રણમાં બેકિંગ પાવડર એડ કરીને બરોબર મિક્સ કરો. તેમાં કટ કરેલી બદામના ટૂંકડા એડ કરીને માઇક્રોવેમાં મિશ્રણ નિકાળો.  માઇક્રોવેવને હાઇ પાવર મોડ પર સેટ કરીને કેકને 5 મિનિટ સુધી બેક કરો. નિશ્ચિત સમય બાદ કાટા વાળી ચમચીથી કેક ચેક કરો. જો બેક ન થઇ હોય તો એક બે મિનીટ સુધી ફરી બેક થવા દો. કેકને બહાર કાઢીને પાંચ છ મિનિટ સુધી ઠંડી થવા દો અને પછી ચક્કૂ વળે કેકને કટ કરી લો. બચેલા બદામના ટૂકડા કેક પર સજાવીને કેકને સર્વ કરો.

home

You might also like