Header

બીઆઈએસ જ્વેલર્સને કલેક્શન સેન્ટરની માન્યતા મળે તેવી શક્યતા

અમદાવાદ: સરકારે સોનાની વધતી આયાતને રોકવા માટે પાંચ નવેમ્બરે ગોલ્ડ સ્કીમ લોન્ચ કરી હતી, પરંતુ સરકારની આ યોજનાને મળી રહેલા નબળા પ્રતિસાદના પગલે સરકાર બીઆઇએસ પ્રાપ્ત કલેક્શન સેન્ટરને પણ કલેક્શન સેન્ટર તરીકે માન્યતા આપે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ યોજનાને મળેલા નબળા પ્રતિસાદ અંગે કલેક્શન સેન્ટરની ઓછી સંખ્યા પણ એક મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે.

સરકારે વિદેશી હૂંડિયામણ બહાર જતું અટકાવવા વિવિધ પગલાંના ભાગરૂપે દિવાળી પૂર્વે ગોલ્ડ સ્કીમ લોન્ચ કરી હતી. આ ગોલ્ડ ‌િડપોઝિટ સ્કીમમાં માત્ર ૪૦૦ ગ્રામ સોનું આવી શક્યું છે તો તેની સામે દેશભરમાં એક અંદાજ મુજબ ૨૨૦૦૦ ટન સોનું હોવાનો અંદાજ છે. જે માટે શહેર સહિત દેશભરમાં ઓછા ગોલ્ડ ટેસ્ટિંગ સેન્ટર હોવાના કારણે આ ગોલ્ડ ‌િડપોઝિટ સ્કીમને નબળો પ્રતિસાદ મળ્યો છે ત્યારે સરકારે આ માટે કલેક્શન સેન્ટર વધારવાની કવાયત હાથ ધરી છે, જે ગોલ્ડ સ્કીમને આકર્ષવામાં રોકાણકારને મદદ કરી શકશે.

અમદાવાદ જ્વેલર્સ એસો.ના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ગોલ્ડ ડીપોઝિટ સ્કીમને મળેલા નબળા પ્રતિસાદના પગલે બીઆઇએસ માન્યતાપ્રાપ્ત જ્વેલર્સને કલેક્શન સેન્ટર તરીકે સરકાર માન્યતા આપે તેવી શક્યતા છે, જેને કારણે લોકોને સરળતા રહે.

You might also like