પિતા સુનિલ દત્તે જૂત્તાથી સંજય દત્તની કરી હતી પીટાઈ, કારણ હતુ આવુ….

6 જૂન 1929ના જન્મેલા સુનિલ દત્તનું અસલી નામ બલરાજ દત્ત હતુ, એક સમય એવો હતો કે નશાની આદતથી અને 1993 બોમ્બ બ્લાસ્ટમાં નામ આવવાના કારણે સુનીલ દત્ત ઘણા તણાવમાં રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એ પણ આરોપો લાગ્યા કે સુનિલ દત્તને દીકરાના કારણે બાલ ઠાકરેના સામે કલાકો બેસી રહેવુ પડતુ હતુ.

એક ઈન્ટરવ્યુમાં સંજય દત્તે જણાવ્યુ હતુ કે તેમણે પહેલીવાર છુપાઈને બાથરૂમમાં સિગરેટ પીધી હતી ત્યારે અચાનકથી પિતા સુનિલ દત્ત આવી ગયા હતા. સંજય દત્તને સિગરેટ પીતો જોઈને તે ખુબ દુઃખી થયા હતા અને જુતાથી માર માર્યો હતો.

સંજય દત્તને નશાની એટલી ખરાબ લત હતી કે તેના હાથમાંથી ઘણી ફિલ્મો પમ નિકળી ગઈ હતી. જેકી શ્રોફની ફિલ્મ ‘હીરો’ પહેલા સંજય દત્તને ઓફર થઈ હતી પરંતુ તેની ડ્રગ્સની લતના કારણે સુભાષ ઘઈને પતાનો ફેસલો બદલવો પડ્યો હતો.

‘રોકી’ ફિલ્મના રિલીઝ થયા પહેલા જ સંજય દત્ત ડ્રગ્સ લેવા ગયો હતો. તેની એવી હાલત હતી કે એક દિવસ ડ્રગ્સ લઈને સુઈ ગયો ત્યારે ભુખ લાગવા પર જાગ્યો હતો ત્યારે પાસે બેઠેલો નોકર રડવા લાગ્યો હતો. સંજયે તેને પુછ્યુ કે કેમ રડી રહ્યો છે ત્યારે નોકરે જવાબ આપ્યો કે તમે બે દિવસ બાદ જાગ્યા છો.

જણાવી દઈએ કે સુનિલ દત્તની છેલ્લી ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ હતી. આ ફિલ્મના માધ્યમથી પહેલીવાર પિતા-પુત્ર એક સાથે પળદા પર દેખાયા હતા. જો કે , ‘ક્ષત્રિય’ અને ‘રોકી’માં પણ બેન્નેએ સાથે કામ કર્યુ હતુ પણ આ ફિલ્મોમાં બંન્નેનો સાથે કોઈ રોલ ન હતો.

You might also like