લિવ-ઇન હોવા છતાં એક સાથે 2 મૉડલને ડેટ કરી ચૂકી છે આ એક્ટ્રેસ

પૂર્વ મિસ યૂનિવર્સ, બોલિવુડ એક્ટ્રેસ અને મૉડલ લારા દત્તાનો આજે 40મો બર્થ ડે છે. 16 એપ્રિલ 1978માં લારાનો જન્મ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં થયો હતો. જે વર્ષે (2000)માં લારા દત્તા મિસ યૂનિવર્સ બની, તે જ વર્ષે પ્રિયંકા ચોપરાએ પણ મિસ વર્લ્ડનું ટાઇટલ જીત્યું હતુ. પરંતુ મૉડલિંગથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરનાર લારા દત્તા બોલિવુડમાં તે સ્થાન ન મળ્યું જેટલું પ્રિયંકા ચોપરાએ મેળવ્યું.

કહેવાય છે કે, શરૂઆતી દિવસોથી જ લારા દત્તા પોતાની ફિલ્મી દુનિયા કરતા અફેર્સના કારણે વધારે ચર્ચામાં રહી હતી. કેલી દોરજીથી લઇને ડીનો મોરિયા સુધી અને ટાઇગર વૂડ્સ થઇ લઇને મહેશ ભૂપતિ સાથે લારા દત્તાના અફેરની ચર્ચા હતી, જોકે તેના બોલિવુડના કરિયર કરતા તેની લવ લાઇફ વધારે વિવાદિત રહી હતી.

બ્યૂટી પેઝેન્ટ જીત્યા પહેલા લારા દત્તા મૉડલ અને એક્ટર કેલી દોરજીને ડેટ કરતી હતી, પરંતુ મિસ યૂનિર્વસ બન્યા પછી તેણે પોતાના રિલેશનશિપનો સ્વીકાર કર્યો હતો, તેઓ બંને લિવ-ઇનમાં રહેતા હતા. એક રિપોર્ટ અનુસાર, કેલીની સાથે રિલેશનશિપમાં રહ્યા પછી લારા મૉડલ ડીનો મોરિયાને ડેટ કરવા લાગી હતી.

ડીનો પહેલા લારા દત્તાનું નામ ઇન્ટરનેશનલ ગોલ્ફ પ્લેયર ટાઇગર વૂડ્સની સાથે જોડાયું હતુ. આ દરમિયાન તે કેલી સાથે રિલેશનશિપમાં હતી. કેલીએ જ્યારે આ વાતનો મીડિયા સામે ખુલાસો કર્યો ત્યારે ખૂબ જ વિવાદ થયો હતો. જોકે ડીનો-લારાના બ્રેકઅપ થયા પછી કેલીએ પણ એક્ટ્રેસનો સાથ છોડી દીધા.

કેલી દોરજીના બ્રેકઅપ પછી લારા દત્તાનું નામ ટેનિસ ખિલાડી મહેશ ભૂપતિની સાથે નામ જોડાયું હતુ. ભૂપતિની પત્ની અને મૉડલ શ્વેતા જયશંકરે પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, જ્યારે લારા મહેશ જિંદગીમાં આવી ત્યારે તે પરણિત હતો.

જ્યારે મહેશ ભૂપતિનો ડિવોર્સ થયા, ત્યારે લારા સમય ગુમાવ્યા વગર તેની સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2011માં બંને લગ્નના સંબંધમાં બંધાયા હતા. વર્ષ 2012માં તેની દિકરી શાયરાનો જન્મ થયો, લારા દત્તા છેલ્લી વખત 2016માં ફિલ્મ ‘અઝહર’માં જોવા મળી હતી, જોકે ફિલ્મમાં તે ગેસ્ટ એપિરયન્સમાં જ જોવા મળી હતી.

You might also like