આ રીતે લોકોએ કવિવર રવીન્દ્રનાથ ટાગોરની જયંતી ઉજવી

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષિક મેળવ્યો ત્યારે આ નોબલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. બંગાળના કોલકાતાના પિરાલિ બ્રાહ્મણ પરિવારના ટાગોરે આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા લખી હતી.

૧૬ વર્ષની ઉંમરે તેમણે પોતાની પ્રથમ કવિતા ભાનુસિંઘો (“સૂર્ય સિંહ”)ના નામે લખી. તેમણે પોતાની ટૂંકી વાર્તાઓ અને નાટકો ૧૮૭૭માં લખ્યાં. પોતાની જિંદગીના અંતિમ તબક્કા દરમિયાન તેણે બ્રિટિશ રાજનો વિરોધ કર્યો અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળને ટેકો આપ્યો હતો. ટાગોરનું કામ જે કવિતાના સ્વરૂપમાં છે ટાગોરે રચેલી સંસ્થા, વિશ્વ-ભારતી યુનિવર્સિટીમાં સચવાયેલું છે. ટાગોરે નવલકથાઓ, ટૂંકીવાર્તાઓ, ગીત, નૃત્ય નાટિકાઓ અને રાજકારણ અને વ્યક્તિગત વિષયો પર નિબંધો પણ લખ્યા છે.

તેમની ટૂંકી વાર્તાઓ, ટૂંકાં કાવ્યો અને નવલકથા કે જેમાં તાલબદ્ધ, ગીત સ્વરૂપ, બોલચાલની ભાષા અને ચિંતનપાત્ર પ્રકૃતિવાદ, અને દાર્શનિક ચિંતન વણી લેવામાં આવ્યું હતું તેને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી હતી. ટાગોર સાંસ્કૃતિક સુધારાવાદી હતી અને મહાન વિદ્યાપ્રવીણ હતા. જેમણે પરંપરાગત બંગાળી માળખાને આધુનિક સ્વરૂપ આપ્યું હતું. તેમના લખાણના બે ગીતો બાંગલાદેશ અને ભારતના રાષ્ટ્રગાન છે. અનુક્રમે અમાર સોનાર બાંગલા અને જન ગણ મન ગીતો દેશના રાષ્ટ્રગાન બન્યાં છે.૧૮૭૯માં ટાગોર, જ્યારે તેઓ ઇંગ્લેંડમાં અભ્યાસ કરતા હતા.

યજ્ઞોપવીત (જનોઈ) દીધા બાદ ૧૧ વર્ષની ઉંમરે તેઓ પોતાના પિતા સાથે ૧૪ ફેબ્રુઆરી ૧૮૭૩ના રોજ ભારતભ્રમણ કરવા માટે કોલકાતાથી નીકળી પડ્યા હતા. આ દરમિયાન તેઓ કૌટુંબિક જાગીર એવા શાંતિનિકેતન એસ્ટેટ અને અમ્રતસરની મુલાકાત લઈને હિમાલયના ગિરિમથક એવા ડેલહાઉસી પહોંચ્યા. ત્યાં ટાગારે, આત્મકથાઓ, ઇતિહાસ, ખગોળશાસ્ત્ર, આધુનિક વિજ્ઞાન અને સંસ્કૃતનો અભ્યાસ કર્યો અને પ્રાચીન સંસ્કૃતની ઉત્કૃષ્ટ કવિતા કાલિદાસનું ઊંડું અધ્યયન કર્યું.

૧૮૭૭માં તેમણે ઘણું બધું લખ્યું જે પૈકીની એક હતી અત્યંત લાંબી મૈથિલી શૈલિમાં વિદ્યાપતિ (મૈથિલી ભાષાના પ્રસિદ્ધ કવિ)ની ઢબે લખેલી કવિતા, જેને માટે તેઓ રમૂજમાં એમ કહેતા હતા કે તે વૈષ્ણવ કવિ ભાનુસિંહાની ૧૭મી સદીમાં ખોવાયેલી કૃતિ હતી. ૯ ડિસેમ્બર ૧૮૮૩માં તેમના લગ્ન મૃણાલિની દેવી (જન્મ ભબતારીની, ૧૮૭૩-૧૯૦૦) સાથે થયા જેમનાથી તેમને પાંચ સંતાનો થયાં. તેમાંથી બે પુખ્ત થાય તે પહેલાં જ મૃત્યુ પામ્યાં.

૧૮૯૦માં તેમની પરિવારની મિલકત એવા શિઆલદાહ પહોંચ્યાં, જે હાલમાં બાંગલાદેશમાં છે. તેમની સાથે તેમનાં પત્ની અને બાળકો પણ ૧૮૯૮માં જોડાયાં હતાં. “જમીનદારબાબુ”તરીકે જાણીતા ટાગોર તેમની વિશાળ જગ્યામાં ફેલાયેલી એસ્ટેટની મુલાકાત લેતા હતા તેઓ પોતાના વૈભવશાળી નિવાસ્થાન પદમ માં પણ રહેતા ન હતા. તેઓ ભાડું ઉઘરાવવા(મોટાભાગે નજીવું) માટે ફરતા અને ગ્રામવાસીઓને આશીર્વાદ આપતા. જેના બદલામાં ગામલોકો ભોજન સમારંભ રાખતા.

ટાગોરનાં છેલ્લાં ચાર વર્ષે ભારે દુઃખમાં વિત્યાં હતાં. છેલ્લાં બે વર્ષ તો તેઓ સખ્ત બીમાર હતા. ૧૯૩૭માં પહેલાં બેશુદ્ધ થવા લાગ્યા હતા. તેઓ જીવનના અંત સમયે પણ બેશુદ્ધ અવસ્થામાં જ હતા. ૧૯૪૦ બાદ બીજા ત્રણ વર્ષો દરમિયાન બેશુદ્ધિની બીમારી જોર કરી ગઈ. આ બીમારીથી તેઓ કોઈ દિવસ બહાર આવી શક્યા નહીં. આ વર્ષોમાં તેમણે લખેલી કવિતાઓ તેમની શ્રેષ્ઠ રચનાઓ છે. ગંભીર બીમારી બાદ ટાગોર ૭ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ (૨૨ શ્રવણ ૧૩૪૮) જ્યાં તેઓ મોટા થયા હતા ત્યાં તેઓ જોરાસાંકોમાં મૃત્યુ પામ્યા. બંગાળી જગતમાં તેમની મૃત્યુ તિથિના દિવસે લાખો લોકો મૌન રાખે છે.

You might also like