બર્થડે પાર્ટીમાં દારૂની મહેફીલ માણતાં કોલેજિયન યુવક-યુવતીઓ ઝડપાયાં

અમદાવાદ: સાણંદ-નળસરોવર રોડ પર આવેલા એક ફાર્મહાઉસમાં ગત મોડી રાતે સાણંદ જીઆઇડીસી પોલીસે દરોડો પાડી ૧૬ યુવક અને ચાર યુવતીઓને દારૂની મહેફિલ માણતાં ઝડપી લીધા હતા. તમામ કોલેજિયન યુવક-યુવતીઓ છે અને તેઓ બર્થડે પાર્ટી ઊજવવા માટે ફાર્મહાઉસમાં આવ્યા હતા. પોલીસે ખાલી દારૂની બોટલો, બીયરની બોટલો, છ ગાડીઓ અને ૧૯ મોબાઇલ સહિત રૂ. ૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા તમામ યુવક-યુવતીઓ અમદાવાદના રહેવાસી છે.
સાણંદ જીઆઇડીસી પોલીસે દરોડો પાડી તમામ યુવક-યુવતીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા યુવક-યુવતીઓ બોડકદેવ, શીલજ, થલતેજ, નવરંગપુરા, મેમનગર અને શાંતિપુરા સર્કલ વિસ્તારમાં રહે છે અને કોલેજમાં અભ્યાસ  કરે છે.

You might also like