નળ સરોવરમાં ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પક્ષી મહોત્સવ યોજાશે

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના પક્ષી, અભયારણ્ય નળ સરોવરનો પ્રવાસ ધામ તરીકે વિકાસ થાય અને આ વિસ્તારના લોકોને રોજગારી મળે તે હેતુથી નળ સરોવર ખાતે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પક્ષી મહોત્સવ ઉજવવામાં આવશે.

પક્ષી મહોત્સવની તૈયારીઓ માટે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને નળ સરોવર સાઈટ કેમ્પ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નળ સરોવરખાતે ઉજવવામાં આવનાર આ ઉત્સવના માધ્યમથી સ્થાનિક લોકોને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું વેચાણ થાય અને તે દ્વારા રોજગારી મળે તેમજ નળ સરોવર પ્રવાસધામ તરીકે વિકસે તે હેતુથી કેમ્પ સાઈટ સ્થળે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવશે. પ્રવાસીઓને નળ સરોવર ખાતે આવતા વિદેશના પક્ષીઓ અંગે ફિલ્મના માધ્યમથી જાણકારી આપવામાં આવશે. સવારના સમયે બોટિંગ દ્વારા પક્ષીઓનો નજારો માણવા મળશે. પક્ષીઓને અડચણ ન થાય તે રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જે દ્વારા પ્રવાસીઓને મનોરંજન પૂરું પાડવામાં આવશે.

You might also like