ઘૂસણખોરી રોકાયા વિના કાશ્મીરમાં શાંતિ નહીં, સેના પ્રમુખનું નિવેદન

સરહદ પર પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલા ફાયરિંગ પર ભારતીય સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કડક ભાષામાં જવાબ આપ્યો છે. સેના પ્રમુખ રાવતે કહ્યું છે કે પાકિસ્તાનની સેના જ્યાં સુધી સરહદપારથી ફાયરિંગ કરી રહી છે તેમજ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે સુધી ભારતીય સેના તેમને કરારો જવાબ આપતી રહેશે.

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે કહ્યું કે પાકિસ્તાન જ્યાં સુધી સરહદ પારથી આતંકવાદીઓની ઘુસણખોરી અટકાવશે નહીં ત્યાં સુધી કાશ્મીરમાં કોઇપણ પ્રકારે શાંતિ સ્થપાશે નહીં. પાકિસ્તાનની સેના જ્યારે પણ સરહદપારથી ફાયરિંગ કરશે અને ઘૂસણખોરીનો પ્રયાસ કરશે ત્યારે તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

સેના પ્રમુખ બિપિન રાવતે કહ્યું કે કાશ્મીરમાં સંઘર્ષવિરામ દરમિયાન અમારા તરફથી કોઇ ઓપરેશન કરવામાં નથી આવી રહ્યું. જો સરહદ પર શાંતિ રહેશે તો જ અમે સંઘર્ષ વિરામને આગળ વધારવા વિચારણા કરીશું. ઉલ્લેખનીય સેના પ્રમુખ બિપિન રાવતે આ નિવેદન પહેલગામમાં આર્મી ગુડવિલ સ્કૂલના ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામના પ્રારંભના અવસર પર કહી હતી.

સેના પ્રમુખ દ્વારા પાકિસ્તાનને આપવામાં આવેલ સંદેશ તણાવભરી પરિસ્થિતિમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત 11 દિવસથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તેમજ LoC પર સતત ગોળીબાર કરી રહ્યું છે. જેના કારણે સરહદ પરના ગામમાંથી અંદાજે 40 હજા લોકોએ સ્થળાંતર કરી રાહત શિબિરમાં આશ્રરો લઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનના ફાયરિંગમાં કુલ 12 લોકોનાં મોત થયાં છે.

You might also like