બિપાશા બાસુ તેનું નામ નહીં બદલે

કેટલીક અભિનેત્રીઓ લગ્ન કર્યા બાદ પોતાની સરનેમ છોડતી નથી, પરંતુ પતિની સરનેમ પાછળ લગાવી દેતી હોય છે, જ્યારે કેટલીક અભિનેત્રીઓ એ જ નામથી ઓળખાવાનું પસંદ કરતી હોય છે. જિન ગુડઇનફ સાથે લગ્ન કર્યા બાદ પ્રીતિ ઝિન્ટાએ પોતાની સરનેમ બદલી નથી તે જ રીતે બિપાશા બાસુએ કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા બાદ પોતાની સરનેમ ન બદલવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો બિપાશા બાસુ તેનું નામ બદલે તો તેણે બિપાશા સિંહ ગ્રોવર અથવા તો બિપાશા બાસુ સિંહ ગ્રોવર બનવું પડે, જે તેના માટે ખૂબ લાંબું બની જાય. તેથી બિપાશાએ પોતાનું નામ ન બદલવાનું નક્કી કર્યું છે.

આ પહેલાં રાની મુખરજીએ પણ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ પોતાનું નામ બદલ્યું ન હતું, જ્યારે શિલ્પા શેટ્ટી, અૈશ્વર્યા રાય, કરીના કપૂર તથા માધુરી દીક્ષિતે પોતાના નામની પાછળ પતિની સરનેમ જોડી દીધી છે. તાજેતરમાં બિપાશા અને કરણ પોતાના હનીમૂન પરથી પરત ફર્યાં છે. હનીમૂન પરથી પાછા ફરતાં બિપાશાએ ટ્વિટ કરીને પોતાના ફેમિલી પ્લાનિંગ વિશે પણ જણાવ્યું છે. આ કપલ થોડા સમય સુધી પોતાનો પરિવાર વધારવા ઇચ્છતું નથી. અત્યારે તો આ બંને પોતાનો બધો જ સમય એકબીજાને આપવા ઇચ્છે છે. •

You might also like