બિપાશાનાં કરણ સાથે બંગાળીવિધિથી લગ્ન સંપન્ન

મુંબઇ : આજે બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ અને કરણસિંહનાં લગ્ન સમારંભ યોજાયો હતો. બિપાશા અને કરણનાં બંગાળી વિધિથી લગ્ન થયા હતા. આ દરમિયાન બિપાશા રેડ એન્ડ ગોલ્ડ સબ્યસાચી ક્રિએશનમાં જોવા મળી હતી. તેનાં હાથમાં નાગરવેલનાં બે પાંદડા પણ જોવા મળ્યા હતા. જ્યારે કરણે વ્હાઇટ કલરનાં બંધ ગળાનાં આઉટફીટમાં એન્ટ્રી કરી હતી. આ લગ્નનાં બિપાશાનો એક્સ બોયફ્રેન્ડ ડિનો મોરિયા પણ આવ્યો હતો.

બિપાશાએ ઓઢી કરણના નામની ચુંદડી, માયરામાં ફર્યા બંગાળી વિધિથી ફેરા
(કરણ અને બિપાશા લગ્ન બાદ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા.)

ડિઝાઇનર આર. માધવઅને ડિઝાઇનર રોકી. એસ પણ આવ્યા હતા. લગ્નનાં પગલે હોટલને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. સમગ્ર હોટલમાં રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. બંગાળી પરંપરા અનુસાર લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ આ જ હોટલ ખાતે ભવ્ય રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવશે. બિપાશાનાં લગ્નની થીમ પિંક રાખવામાં આવી હતી. લગ્ન સમયે બિપાશાનાં હાથમાં નાગરવેલનાં બે પાન હતા અને બંગાળી પરંપરા અનુસાર ફેરાફર્યા હતા.
બિપાશાએ ઓઢી કરણના નામની ચુંદડી, માયરામાં ફર્યા બંગાળી વિધિથી ફેરા
(બંગાળી પરંપરા અનુસાર બિપાશા નાગરવેલનાં પાન સાથે મંડપમાં આવી હતી.)
અત્રે ઉલ્લેખનીય છે કે 29મીએ બિપાશા બાસુ અને કરણનાં લગ્ન પ્રસંગે મહેંદીનું આયોજન કરાયો હતું. આ દરમિયાન કરણ અને બિપાશાએ ડાન્સ પણ કર્યો હતો. મહેંદી બાદ બિપાશા અને કરણે પોતાની તસ્વીરો પણ શેર કરી હતી.મહેંદીમાં શિલ્પા શેટ્ટી, શમિતા શેટ્ટી પણ હાજર રહ્યા હતા.

You might also like