બિપાશાના પતિ કરણની એક્સ વાઈફ જેનીફરની શહબાન સાથે ‘નજદિકિયાં’

મુંબઈ: બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર અાજે લગ્નનાં બંધનમાં બંધાઈ જશે. અા સમાચારની સાથે વધુ એક ધ્યાન ખેંચે તેવા સમાચાર અે પણ છે કે કરણની એક્સ વાઈફ જેનીફર વિંગેટના તેના કો.સ્ટાર શહબાન અઝીમ સાથેના સંબંધો સુંવાળા બની રહ્યા છે.

શહબાન જેનીફર અને કરણ બંનેના નજીકના મિત્ર છે. અા ત્રણેયે ટીવી શો દિલ મિલ ગયેમાં એક સાથે કામ કર્યું છે. અા અંગે જ્યારે શહબાનને પૂછવામાં અાવ્યું ત્યારે તેને અા વાતનો ઇન્કાર કર્યો. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં શહબાને જણાવ્યું કે કરણ મારો ખૂબ સારો મિત્ર છે. પરંતુ હાલમાં તે પોતાની લવ લાઈફમાં બિઝી છે. જેનીફરની વાત કરું તો તે ખૂબ સ્ટ્રોંગ છોકરી છે. ડિવોર્સના દુઃખમાંથી તે બહાર અાવી ચૂકી છે અને પોતાની લાઈફમાં સારા સમયમાંથી પસાર થઈ રહી છે. મને તેના પર ગર્વ છે.

થોડા દિવસ પહેલાં શહબાને જેનીફરને ડેલીગેટ કરતાં એક પોસ્ટ શેર કરી. ત્યાર બાદ લોકોઅે એવું માન્યું કે તે કરણની વિરુદ્ધ છે. અા અંગે શહબાને કહ્યું કે મને ખોટી રીતે સમજાયો. હું ભલે ગમે તે થાય હું કરણનો મિત્ર છું અને રહીશ. કરણ અને જેની બંને મારાં સારાં મિત્રો છે. હું બંને માટે ખૂબ જ ખુશ છું.

You might also like