બિપાશા બનશે કરણની ત્રીજી પત્ની, ટુંક સમયમાં થશે લગ્ન

બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર ટુંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે. મળી રહેલી જાણકારી અનુસાર બિપાશાએ કરણની મુલાકાત પોતાની માતા સાથે કરાવી છે અને બિપાશાની માતાને આ સંબંધથી કોઇ વાંધો નથી.

તો બીજી તરફ કરણની ભૂતપૂર્વ પત્ની જેનિફરે પણ કરણને નવા સંબંધ માટે શુભેચ્છા પાઠવી છે. પહેલાં એવા સમાચાર વહેતાં થયા હતા કે જેનિફર કરણને છુટાછેડા નથી આપી રહી જેથી કરીને કરણ અને બિપાશાના લગ્ન થવા શક્ય નથી. પરતુ હવે જેનિફરે આ સંબંધ માટે લીલી ઝંડી આપી દીધી હોવાથી બિપાશા અને કરણ ટુંક સમયમાં જ લગ્ન કરશે.

ઉલ્લેખનીય છે કે કરણ સિંહે આ પહેલાં બે લગ્ન કર્યા છે. તેની પહેલી પત્નીનું નામ શ્રદ્ધા હતું. શ્રદ્ધા સાથે લગ્નના થોડાક જ વર્ષોમાં છુટાછેડા થઇ ગયા હતા. ત્યાર બાદ કરણે ફરી જેનિફર સાથે લગ્ન કર્યા હતા અને માત્ર બે જ વર્ષમાં આ સંબંધનો અંત પણ આવી ગયો હતો. હવે કરણ બિપાશા સાથે લગ્નની તૈયારી કરી રહ્યો છે તો ઓલ ધ બેસ્ટ બિપ્સ.

You might also like