ટ્રેડિશનલ લૂક અાપે છે બિંદી

નારીનો શૃંગાર ચાંદલા વગર અધૂરો છે. ભારતીય નારીના સોળ શણગારમાં ચાંદલા દ્વારા નારીનું સાદર્ય નિરખી ઊઠે છે. અેક નાનકડા ચાંદલામાં સ્ત્રીનું રૂપ સોળે કળાઅે દીપી ઊઠે છે. ચાંદલો અે ભારતીય નારીના શૃંગારનો અેક ભાગ છે. ચાંદલાની અોળખ વૈશ્વિક બની છે. નારીના સમગ્ર વ્યક્તનું પ્રતિબિંબ કપાળ પર સામાન્ય કંકુથી બનાવેલો ચાંદલો છે. ચાંદીની ડબીમાં ચાંદીની સળીથી ધારણ કરાતા ચાંદલાની જગાઅે અાર્ટિફિશિયલ બિંદીઅે સ્થાન લઈ લીધું છે. ચાંદલા અને બિંદીમાં નવીનતા અાવી છે. કંકુના ગોળ ચાંદલાની જગાઅે વૈવિધ્યસભર ચાંદલાની ફેશન અાવી છે.

બિંદીઅોની પસંદગીમાં યુવતીઅો અને મહિલાઅો બ્યુટી કોન્સિયસ છે. બિંદીઅો માટે યુવતીઅોની પસંદ યુનિક બનતી જાય છે. યુવતીઅો પોતાના સ્કનનો દેખાવ, પ્રસંગને અનુરૂપ, પોતે પહેરેલા ડ્રેસ વગેરે બાબતો ધ્યાનમાં રાખી બિંદી પર પસંદગી ઉતારે છે. લગ્ન પ્રસંગમાં નવોઢા બિંદીઅોની સાથે અાઇબ્રો અને અાઇટેટૂ પર પણ પસંદગી ઉતારે છે.

ચાંદલાનાં અાકાર, મટીરિયલ અને રંગમાં પણ વિવિધતા અાવી છે. મોર્ડન જમાનામાં યુવતીઅો પણ બિંદી લગાડતી થઈ છે. બિંદીઅોમાં પણ વૈવિધ્યતા અાવી છે. ચળકતા લાલ રંગ કે મરુન રંગને કપાળના મધ્ય ભાગમાં વેસેલિનનું લેયર બનાવી કરેલો ગોળ ચાંદલો મહિલાઅોની પરંપરાગત અોળખ છે. હવે ચાંદલાનું સ્થાન બિંદીઅે લઈ લીધું છે. મોર્ડન જમાનામાં બિંદીઅોમાં
વેરાઇટીઝ તેનાં કદ, અાકાર અને મટીરિયલમાં પણ અાવી છે.

મોતીવાળી, અાભલાવાળી, કિંમતી પથ્થર, ક્રિસ્ટલ સ્ટોન, અેક્રેલિક ક્યૂબ વગેરે મટીરિયલ બિંદીઅોની બનાવટમાં વપરાતું થયું છે. બિંદીઅોની પસંદગીમાં યુવતીઅો અને મહિલાઅો બ્યુટી કોન્સયસ છે. બિંદીઅો માટે યુવતીઅોની પસંદ યુનિક બનતી જાય છે. યુવતીઅો પોતાના સ્કનનો દેખાવ, પ્રસંગને અનુરૂપ, પોતે પહેરેલા ડ્રેસ વગેરે બાબતો ધ્યાનમાં રાખી બિંદી પર પસંદગી
ઉતારે છે. લગ્ન પ્રસંગમાં નવોઢા બિંદીઅોની સાથે અાઇબ્રો અને અાઇટેટૂ પર પણ પસંદગી ઉતારે છે.

મોર્ડન યુગમાં સ્ટાઇલ સ્ટેટમેન્ટની અોળખ પામેલું બિંદી કલચર સેક્સી લૂક માટે જરૂરી બન્યું છે. યુવતીઅો ટ્રેડિશનલ ડ્રેસમાં લશ્કારા બિંદીને કપાળમાં ધારણ કરે છે. વેસ્ટર્ન પોશાક ધારણ કરેલી યુવતીઅો બિંદી લગાવવાનું ભૂલતી નથી. અાંખના કામણ બિંદી વગર અધૂરા છે. યુગોથી કુમકુમ, સિંદૂર, અાગરુ, કસ્તૂરી અને ચંદન દ્વારા શોભતા ચાંદલા સાૈભાગ્યનું ચિહન રહ્યું છે.

હવે ઝિંક અોક્સાઇડ, મીણ અને અાર્ટિફિશિલ કોસ્મેટિક્સની બિંદીઅો બનવા માંડી. બિંદી ફ્યુઝન બાબતે યુવતીઅો તમામ શણગારને મેકઅોવર કરી રહી છે. યુવતીઅોમાં નેકલેસ, બંગડી, લકી, અાર્મબેન્ડ, અેરિંગ્સ વગેરેના મેચિંગની સાથે બિંદીઅોની મેચિંગસેન્સ વધી છે.

You might also like