બિમ્સટેક શિખર સંમેલનનો બીજો દિવસ, PM મોદી સભ્ય દેશના નેતાઓ સાથે કરશે મુલાકાત

‘શાંતિપૂર્ણ સમૃદ્ધિ અને સતત બંગાળની ખાડી’ વિષય પર આયોજીત બિમ્સટેકના બે દિવસીય ચોથા શિખર સંમેલનનો આજે બીજો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બિમ્સટેકના સભ્ય દેશોના નેતાઓ સાથે મુલાકાત અને બેઠક યોજાશે.

ત્યારબાદ બિમ્સટેકનું સમાપન સત્ર યોજાશે. બિમ્સટેક શિખર સંમેલન બાદ સંયુક્ત જાહેરાત પત્ર પણ બહાર પાડવામાં આવશે. આ અગાઉ પ્રથમ બિમ્સટેક શિખર સંમેલનના પ્રથમ દિવસે નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સંમેલનનું ઉધ્ધાટન કર્યું.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનના ઉધ્ધાટન સત્રને સંબોધન કરતાં કહ્યું કે ભારત બિમ્સટેકના દરેક સદસ્ય સભ્ય દેશો સાથે દરેક પ્રકારના ક્ષેત્રીય સંપર્ક વધારીને આતંક અને ડ્રગ્સની ચોરીને અટકાવવા સંપૂર્ણપણે કટીબદ્ધ છે.

પીએમ મોદીએ હિન્દીમાં ભાષણ કરતાં કહ્યું કે મને આશા છે કે આ ક્ષત્રના દરેક દેશો વચ્ચે વેપારીક સંપર્ક, આર્થિક સંપર્ક, આવન-જાવન સંપર્ક, ડિજિટલ સંપર્ક મોટી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંગાળની ખાડી ક્ષેત્રમાં કોઇ એવો દેશ નથી જે આતંકવાદ તેમજ નશીલા પદાર્થોની તસ્કરીનો સામનો ન કરી રહ્યો હોય.

You might also like