ગુજરાતની આ ફેક્ટરીમાં દરેક મજૂર છે કરોડપતિ

કલ્પના કરી શકો છો કે ફેક્ટરીમાં કામ કરનાર મજૂર પણ કરોડપતિ હોઇ શકે છે. જી હાં આ હકીકત છે અમદાવાદના સાણંદમાં અહીંયા ફેક્ટરીઓમાં કામ કરનારા મજૂરો, પટાવાળો, સિક્યોરિટી ગાર્ડ સુધી કરોડપતિ છે.

હકીકતમાં અહીંયા જમીનના માલિકોને કરોડો રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું અને એના કારણે ત્યાં રહેલા લોકો કરોડપતિ થઇ ગયા, પરંતુ કરોડપતિ હોવા છતાં પણ આ લોકો ફેક્ટરીઓમાં મશીન ઓપરેટ્સ, સુપરવાઇઝર, ગાર્ડ અને પટ્ટાવાળાની નોકરી કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રવિરાજ ફોઇલ્સ લિમિટેડ કંપનીમાં કામ કરનારા 300 કર્મચારીઓમાંથી આશરે 150 કર્મચારીઓનું બેંક બેલેન્સ એક કરોડ અથવા એનાથી વધુ છે. તેમ છતાં આ કરોડપતિ લોકો 10 હજાર રૂપિયાથી 20 હજાર રૂપિયાની માસિક નોકરી કરી રહ્યા છે. એમનું બેંક બેલેન્સ ભલે વધી ગયું છે પરંતુ જીવન ચલાવવા માટે હવે નોકરી જ એમનું આવકનું એક માત્ર સાધન છે.

http://sambhaavnews.com/

You might also like