બિટકોઈનના કુલ મૂલ્ય કરતાં અબજોપતિઓ-મોટા ફંડની સંપત્તિ ઓછી

મુંબઇ: બિટકોઇનની વેલ્યૂમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઊંચા ભાવ છતાં દુનિયાભરમાં રોકાણકારોનું આકર્ષણ વધી રહ્યું છે. તમામ બિટકોઇનની કુલ વેલ્યૂએશન ૧૯૦ બિલિયન ડોલર કરતાં પણ વધુ છે, જે દુનિયાના અગ્રણી મૂડી ફંડો કરતાં ઘણી ઊંચી છે. દુનિયાના અગ્રણી બે મોટા ફંડ ગોલ્ડમેન સાશની માર્કેટ કેપિટલ ૯૭ બિલિયન ડોલર છે, જ્યારે યુબીએસ ગ્રૂપની માર્કેટ વેલ્યૂ ૬૭ બિલિયન ડોલર છે.

એટલું જ નહીં બિલ ગેટ્સ અને વોરેન બફેટ કે જે દુનિયાભરના બિલિયોનરની યાદીમાં ટોપ પર છે તેમની સંપત્તિ પણ બિટકોઇનની માર્કેટ કેપ કરતાં ઘણી ઓછી છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર બિલ ગેટ્સની સંપત્તિ ૯૦ બિલિયન ડોલર છે, જ્યારે વોરેન બફેટની સંપત્તિ ૮૩ બિલિયન ડોલર છે.

જોકે બિટકોઇનના વધતા ભાવ અગ્રણી ફંડોએ ચિંતાજનક ગણાવ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રોકણ માટે સાવચેતી રાખવા જણાવ્યું છે.

You might also like