બ્રિટિશ સમાચાર પત્રનો દાવો, બ્રિટેનમાં શરણ લેવાની ફિરાકમાં છે નીરવ મોદી

પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી અને અરબપતિ નીરવ મોદી જેના પર 2 બિલિયનની છેતરપિંડીનો આરોપ છે તે બ્રિટેન પહોંચી ગયો છે. ત્યા તે રાજનીતિક શરણ લેવા માંગે છે. આ દાવો ભારતીય અને બ્રિટિશ અધિકારીઓ દ્વારા એક સમાચારપત્રમાં કરાયો છે. જેમણે તેના બ્રિટનમાં હોવાની ખાતરી આપી છે. ફેબ્રુઆરીમાં PNB કૌભાંડ સામે આવ્યા બાદથી નીરવ મોદી ફરાર છે. આ મામલે બ્રિટનના ગૃહમંત્રાલયનું કહેવુ છે કે તે વ્યક્તિગત મામલાની જાણકારી પુરી પાડતુ નથી.

સમાચાર પત્રએ લખ્યુ છે કે નીરવ મોદીએ એમ કહેતા બ્રિટન પાસે રાજનીતિક શરણ માંગી છે કે તેમની રાજનીતિક પજવણી કરવામાં આવી રહી છે.

દેશની બીજી સૌથી મોટી બેન્ક PNBએ 2018ની શરૂઆતમાં કહ્યુ હતુ કે હીરાના વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ બેન્ક સાથે 2.2 બિલિયનની છેતરપિંડી કરી છે. ભારતીય તપાસ એજન્સીઓ તેની તપાસ કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે નિરવ મોદી લંડનમાં છે અને તે રાજનીતિક પજવણીનું બહાનું આપીને ત્યાં રાજનીતિક શરણ લેવાની ફિરાકમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યુ કે ભારત સરકારને પ્રત્યાર્પણ કરવા પર દબાણ કરવામાં આવે તે પહેલા કાયદા અમલી કરણ એજન્સીઓ સંપર્ક કરી રહી છે.

કેન્દ્ર સરકાર પહેલાથી દારૂ અને એરલાઈન્સ ટાઈકુન વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે બ્રિટન પર દબાણ કરી રહી છે. કિંગફિશર એરલાઈન્સના માલિક અને ફોર્મુલા વન ફોર્સ ઈન્જિયાનો સહ-માલિક ગયા વર્ષે માર્ચમાં દેશ છોડીને બ્રિટેન ચાલ્યો ગયો હતો. નીરવ મોદીના ભારત છોડ્યા બાદ ભારત સરકારે તેનો પાસપોર્ટ રદ્દ કર્યો હતો. અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ તેના વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. નીરવ મોદીએ 2010માં ગ્લોબ ડાયમંડ જ્વેલરી હાઉસનો પાયો નાખ્યો હતો અને તેનુ નામ પોતાના નામ પરથી જ રાખ્યુ હતુ.

You might also like