આધારને દુનિયામાં ફેલાવવા માટે બિલ ગેટ્સે વર્લ્ડ બેંકને આપ્યું ફંડ

માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ આધારથી એટલા બધા પ્રભાવિત થયા છે કે તેઓ આધારને બીજા દેશોમાં લાગુ કરવા ઈચ્છે છે અને તેના માટે પૈસા પણ આપી રહ્યાં છે.

આધાર ટેકનોલોજીમાં ગોપનીયતાની સમસ્યાને ફગાવતાં તેમણે કહ્યું કે, ”બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને આધારને બીજા દેશોમાં ફેલાવવા માટે વિશ્વબેંકને નાણાં ઉપલબ્ધ કરાવ્યાં છે. કારણકે આ એક સારી બાબત છે.” 62 વર્ષના અબજપતિ ઉદ્યોગસાહસિક અને ચેરિટીના કાર્યક્રમોમાં લાગેલા ગેટ્સે કહ્યું કે, ”ઈન્ફોસિસના સંસ્થાપક નંદન નિલેકણિ આ પરીયોજના પર વિશ્વબેંકને પરામર્શ અને મદદ કરી રહ્યાં છે.”

નિલેકણિને આધારનું માળખું તૈયાર કરવા માટે ઓળખાય છે. ”શું ભારતની આધાર ટેકનલોજી બીજા દેશોમાં અપનાવવું ઉપયોગી સાબિત થશે?”આ પ્રશ્ન પર બિલ ગેટ્સે કહ્યું, ”હાં, ”ગેટ્સે કહ્યું, ”આધાર-ઓળખનો લાભ ઘણો વધારે છે. ભારતમાં 1 અબજથી વધારે લોકોએ આધાર માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.”

આ વિશ્વની સૌથી મોટી બાયૉમેટ્રીક આઈડી પ્રણાલી છે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, ”દરેક દેશોએ આ ટેકનોલોજીને અપનાવી જોઈએ. કારણકે શાસનની ગુણવત્તા ઘણી મહત્વપૂર્ણ છે. કેટલી ગતિ સાથે દેશ પોતાની અર્થવ્યવસ્થાને આગળ વધારે છે અને પોતાના લોકોને સશક્ત કરે છે તેની સાથે આ ક્રમ જોડાયેલો છે.” ગેટ્સે કહ્યું, ”આધારને બીજા દેશોમાં લઈ જવા માટે અમે વિશ્વબેંકને ફંડ ઉપલબ્ધ કરાવ્યું છે.”

એવું માનવામાં આવી રહ્યુ છે કે, કેટલાંક દેશોએ ભારત પાસે આ અંગે મદદ માટે સંપર્ક સાધ્યો છે. જેમાં ભારતના પાડોશી દેશ પણ સામેલ છે. ભારતમાં કેટલીક પાર્ટીઓ દ્વારા આધારની ગોપનીયતા પર ઉઠાવેલા સવાલો અંગે પૂછાયેલા સવાલના જવાબમાં બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું, ”આધારની ગોપનીયતાને લઈને કોઈ સમસ્યા નથી. કારણકે આ ફક્ત બાયૉમેટ્રીક ઓળખ ચકાસણી યોજના છે.”

આધાર 12 આંકડાનો વિશિષ્ટ ઓળખ નંબર છે, જે વ્યક્તિની જૈવિક ઓળખ પર આધારીત છે. જાન્યુઆરી 2009માં ભારત સરકાર દ્વારા રચાયેલી વૈધાનિક સંસ્થા ભારતીય વિશિષ્ટ પહચાન પ્રાધિકરણ (UIDAI) આ આંકડા જાન્યુઆરી 2009થી સંગ્રહ કરી રહ્યું છે.

You might also like