મહિલાઓનો શિકારી અને મહાશોષક હતો બિલ ક્લિન્ટનઃ ટ્રંપ

વોશિંગટનઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને મહિલાઓના શિકારી અને તેમનું શોષણ કરનાર હોવાનું ટ્રંપે નિવેદન આપ્યું છે. ટ્રંપે ક્યું છે કે જો તેમની ડેમોક્રેટ પ્રતિસ્પર્ધિ હિલેરી ક્લિન્ટન અને તેમના પતિ  અને વધારે અયોગ્ય ટેપ બહાર પાડશે તો તેઓ તેમની વિરૂદ્ધ તેમના પ્રહારો વધારે આક્રમક કરશે.

ઇબ્રિજ પેનસિલ્વેનિયામાં એક રેલીમાં ટ્રંપે કહ્યું કે જો તેઓ અયોગ્ય બાબતો અને ટેપ સાર્વજનિક કરશે તો હું પણ બિલ અને હિલેરી દ્વારા કરવામાં આવેલા અયોગ્ય કામોને લોકો સમક્ષ લાવીશ,  તેમણે કહ્યું કે બિલ ક્લિન્ટન જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે મહિલાઓનું શારીરિક શોષણ કરતા હતા. ટ્રંપે ચેતાવણી આપતા કહ્યું હતું કે તેમના દ્વારા અયોગ્ય ટિપ્પણી કરવામાં આવેશો તો અને જો ટેપ ક્લિન્ટન દંપતિ દ્વારા સાર્વજનિક કરવામાં આવશે તો તેમના યોન શોષણના કિસ્સા હું લોકો સમક્ષ લાવીશ.

ટ્રંપે હિલેરી પર આરોપ લગાવ્યો છે કે મીડિયાના સમર્થન વગર હિલેરીને કોઇ કૂતરા પકડવાની નોકરીમાં પણ ન રાખે. ટ્રંપે વધુમાં કહ્યું કે મહિલાઓ સાથેના વ્યવહારને લઇને મે  હિલેરી અને મીડિયાનું પાખંડ લોકો સામે રજૂ કર્યું હતું. 12 વર્ષ પહેલાં મારા શબ્દોને કારણે તમામ નેટવર્ક પર  72 કલાક સુધી મારે લડવું પડ્યું હતું. જે માત્ર એક લોકરરૂમની વાતચીત હતી. જ્યારે ક્લિન્ટને તો ભોળી મહિલાઓનો શિકાર કર્યો છે. હિલેરીએ એક વકિલ બનીને 12 વર્ષની બાળકી પર રેપ કરનાર પુરૂષનો બચાવ કર્યો છે.

You might also like