સુરતમાં બાઇકચાલકોનો આતંક : પોલીસ પર પણ હૂમલો

સુરતઃ જૂની બોમ્બે માર્કેટ પાસે નાઈટમાં ફરજ બતાવતા કોન્સ્ટેબલને બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ હૂમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર બાઈક સ્લીપ થવાની બાબતે થયેલી માથાકુટની અદાવત રાખી આંખના ભાગે પથ્થર મારી ભાગી ગયા હતા.

કોન્સ્ટેબલ જગદીશ મશરી હડિયા જૂની બોમ્બે માર્કેટના ગેટ પાસે નાઈટ પેટ્રોલીંગમાં હતા તે વખતે બાઈક પર આવેલા બે અજાણ્યા પૈકી પાછળ બેસેલા અજાણ્યાએ દસ ફૂટ દૂરથી પથ્થર મારતા આંખના ભાગે ઇજા પહોંચી હતી.

જગદીશ હડિયાએ બનાવના થોડા સમય પહેલા પૂર ઝડપે બાઈક લઈ જતી વખતે રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગાડી ઊભી રાખી ન હતી અને આગળ જઈ બાઈક સ્લીપ મારી હતી જેની અદાવત રાખી કોન્સ્ટેબલ જગદીશ પર હુમલો કર્યો હતો.

You might also like