પાટણ: ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક લઇ જતાં રોડ પર ધૂણવા લાગ્યો બાઇક ચાલક, જુઓ Video

બે દિવસ અગાઉ પાટણમાં બસ સ્ટેશન પાસે ટ્રાફિક પોલિસ દ્વારા ગેરકાયદે બાઇકને ટોઇંગ કરતાં વાહન ચાલક દ્વારા રોડ પર ધૂણવા લાગવાનો વીડિયો સામે આવ્યો છે. હવે અમે આપને બતાવવા જઈ રહ્યાં છે પાટણમાંથી વાયરલ થયેલ આ વીડિયો કે જેમાં એક વ્યક્તિ જાહેર રોડ પર ધૂણવા લાગ્યો હતો.

સૌપ્રથમ તો આ દ્રશ્ય જોઈને તમને એવું લાગશે કે ખરેખર આ વ્યક્તિને માતા આવતા તે ધૂણવા લાગ્યો. પરંતુ વાસ્તવિકતા સાવ અલગ જ છે. આ વીડિયો છે પાટણના બસ સ્ટેશન રોડ પરનો જો કે વીડિયો બે દિવસ પહેલાંનો છે. આ ઘટના એવી છે કે, પાટણ બસસ્ટેશન રોડ પર ટ્રાફિક પોલીસ ગેરકાયદે પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવાની કામગીરી કરી રહી હતી.

ત્યારે એક બાઈક પણ તેઓએ ટ્રાફિક ક્રેનમાં ચઢાવ્યું હતું. બસ પછી શું.. અચાનક બાઈક ચાલક આવ્યો અને બસ ટ્રાફિક પોલીસ ક્રેન પકડીને લાગ્યો ધૂણવા. માત્ર 200 રૂપિયા જેટલી નજીવી કિંમતનો દંડ ના ભરવા માટે તેણે સમગ્ર તરકટ ઘડી કાઢયું હતું. જો કે, આ વ્યક્તિના આ તરકટથી પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ હતી. જે સમગ્ર ઘટના કોઈએ મોબાઈલમાં કેદ કરી હતી.

You might also like