ઓવરટેક કરવા જતાં બાઇક ટ્રક સાથે અથડાઇઃ ત્રણ મિત્રોનાં મોત

અમદાવાદ: સુરતના મહુવા નજીક ગુણસવેલ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇકસવાર ત્રણ જીગરજાન મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ મહુવા તાલુકાના કાંકરિયા ગામે રહેતા જીજ્ઞેશ અર્જુનભાઇ પટેલ નામના યુવાને નવું બાઇક લીધું હોઇ તેના બે મિત્રો અમિત મુકેશભાઇ પટેલ અને પરિમલ હસમુખભાઇ પટેલને બાઇક પર બેસાડી ગુણસવેલથી ઝેરવાવરા ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે આગળ જઇ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતા બાઇક ટ્રક સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ઉપરોક્ત ત્રણેય મિત્રોનાં મોત થયાં હતાં.

એક જ ગામના ત્રણેય યુવાનોનાં એક સાથે મોત થતા ગામમાં શોકની લાગણી છવાઇ છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.

You might also like