બાઇકઅને કાર વચ્ચેઃ બહેનનું મોતઃ ભાઈ-બે ભાણેજને ઈજા

અમદાવાદ: પાલનપુર નજીક જસપુરિયા ગામ પાસે સર્જાયેલા અકસ્માતમાં એક પરિવારની ચાર વ્યક્તિ પૈકી બહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે ભાઇ અને બાળકોને ગંભીર ઇજા પહોંચતાં પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

આ અંગેની વિગત એવી છે કે પાલનપુર નજીક આવેલા કરઝા ગામના રહીશ વિનોદભાઇ મૂળુભાઇ પરમાર તેની બહેન જશીબહેન તથા ભાણેજ ભાવેશ અને ભાણી કિંજલને બાઇક પર બેસાડી સાસરે મૂકવા જઇ રહ્યા હતા ત્યારે જસપુરિયા ગામના પાટિયા પાસે સામેથી પુરઝડપે આવી રહેલી કારે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં બાઇક પર જઇ રહેલ આ પાંચેય જમીન પર પટકાયા હતા. જેમાં ગંભીર ઇજા થવાના કારણે જશીબહેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતમાં વિનોદભાઇ, ભાણેજ ભાવેશ (ઉ.વ.૧ર) અને ભાણી કિંજલ (ઉ.વ.૮)ને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઇ ત્રણેય ઇજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ ઘટનાના પગલે કરઝા ગામમાં શોકની લાગણી જન્મી છે.
http://sambhaavnews.com/

You might also like