ગોપાલગંજમાં ઝેરી દારૂના લીધે 19 લોકોના મોત

પટના: બિહારના ગોપાલગંજમાં બે અઠવાડિયા પહેલાં 19 લોકોના મોતનું કારણ ઝેરી દારૂ હતો. આંતરડાના તપાસ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઇ ગઇ છે. પહેલા સરકારી અધિકારી મોતનું કારણ ઝેરી દારૂને ગણવા માટે તૈયારી ન હતા.

મીડિયામાં સમાચાર આવ્યા બાદ મુખ્યમંત્રી નીતીશ કુમારે પરિસ્થિતિજન્ય સાક્ષ્યોના આધાર પર દારૂના લીધે મોતની આશંકા વ્યક્ત કરતાં પુષ્ટિ માટે આંતરડાના રિપોર્ટની રાહ જોવાનું કહ્યું હતું. તે રિપોર્ટ આવી ગયો છે. મૃતકોના ‘આંતરડા’ તપાસમાં ‘ઇથાઇલ’ની સાથે ઉચ્ચ શક્તિનું ‘મિથાઇલ’ આલ્કોહોલ મળી ગયું છે. (એફએસએલ) રિપોર્ટ આપવામાં આવ્યો છે. હાલ આ તપાસ રિપોર્ટ ગોપાલગંજની કોર્ટ અને ત્યાંના એસપીને ઉપલબ્ધ કરાવી નથી. પરંતુ આગામી બે-ત્રણ મહિનામાં આ રિપોર્ટની સત્તાવાર કોપી તેમને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ ઘટનાને લઇને ભાજપે નીતીશ સરકાર પર હુમલો કરી દીધો હતો. ભાજપનો આરોપ છે કે રાજ્યમાં સરકારની દારૂબંધીના લીધે ગેરકાયદેસર દારૂના વેપાર ફૂલીફાલી રહ્યો છે. બિહારમાં 1 એપ્રિલથી નીતીશ કુમારની સરકારને પૂર્ણ દારૂબંધી લગાવી દીધી છે.

You might also like