યુપી-બિહારના લોકો વિદેશમાં કચરાપોતાં કરે છેઃ રામ નાયક

વારાણસી: યુપીના ગવર્નર રામ નાયકે ભારતીયોનાં વખાણ કરતાં કરતાં યુપી અને બિહારના લોકોને કચરા પોતાં કરનાર ગણાવી દીધા. તેમણે પેન્શન ગ્રાહકોની વધતી વસ્તી પર પણ ચિંતા વ્યક્ત કરી. બનારસમાં મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠના ૩૭મા પદવીદાન સમારંભની અધ્યક્ષતા કરવા પહોંચેલા ગવર્નરની વાત સાંભળીને ત્યાં હાજર લોકો અાશ્ચર્યમાં મુકાઈ ગયા. સમારંભના ચીફ ગેસ્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના સચિવ અને નેનો ટેકનોલોજીના નિષ્ણાત પ્રોફેસર અાશુતોષ શર્માની હાજરીમાં નાયકે કહ્યું કે અમેરિકાની હોસ્પિટલમાં મોટા ભાગના ડોક્ટર ભારતના મળશે. નર્સો કેરળની હશે જ્યારે કચરા પોતાં કરનારા લોકો મોટા ભાગે યુપી બિહારના હશે. તેમણે ઇતિહાસનાં પુનઃ લેખન પર પણ જોર અાપ્યું. રામાયણ અને મહાભારતને પ્રામાણિક ગ્રંથ ગણાવતા કહ્યું કે ત્યારબાદ મોગલોઅે ઇતિહાસ લખ્યો જે પૂરો નથી.

You might also like