બિહાર : રિએક્ઝામમાં ફરીથી આર્ટ્સ ટોપર રૂબી રાય ગેરહાજર

પટના : બિહારનાં ચર્ચિત ટોપર કાંડમાં નવો ટ્વિસ્ટ આવી ગયો છે. આર્ટ્સ સ્ટ્રીમની વિવાદિત ટોપર રૂબી રાય રવિવારે બોર્ડની તરફથી આયોજીત રિ એક્ઝામમાં હાજર નહોતી રહી. અગાઉ 3 જુને આયોજીત રિ એક્ઝાન માટે પણ તે સ્વાસ્થયનાં કારણો સબબ ગેરહાજર રહી હતી. ઉલ્લેખનીય છે કે ટોપર્સની સમજ અને જ્ઞાનનાં મુદ્દે ચેનલનાં ખુલાસા બાદ પરીક્ષા સમિતીએ તમામ 14 ટોપર્સને ત્રણ જુને ઇન્ટરવ્યું અને લેખીત પરિક્ષા માટે બોર્ડ કાર્યાલય બોલાવ્યા હતા.

જેમાં આર્ટસ ટોપર રુબી રાય ગેરહાજર રહી હતી. રૂબીએ તબિયત ખરાબ હોવાનાં કારણે ગેરહાજર રહી હતી. બોર્ડે રિએક્ઝામનાં પરિણામનાં આધાર પર સાઇન્સ સ્ટ્રીમનાં ટોપર્સ સૌરભ શ્રેષ્ઠ અને રાહુલ કુમારનાં પરિણામને રદ્દ કરી દીધું હતું. જ્યારે 11 અન્યને પાસ કર્યા હતા. જો કે હાલનાં ઘટનાંક્રમ બાદ રૂબીરાયનાં મુદ્દે બોર્ડની રણનીતી શું રહેશે તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો. જો કે નકલી ટોપરની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી ચુકી છે.

બીજી તરફ ટોપર કાંડ મુદ્દે મુખ્ય આરોપી અને વિશનું રાય કોલેજનાં પ્રિંસિપાલ બચ્ચારાયને અંતે પોલીસે રવિવારે વૈશાલીથી જ ધરપકડ કરી લીધી હતી. મળતી માહિતી અનુસાર તે પોતે જ આત્મસમર્પણ કરવા માટે આવ્યો હતો. પોલીસને બચ્ચારાયની ઘણા સમયથી શોધી રહી હતી. આ મુદ્દે ફરિયાદ દાખલ થયા બાદ બચ્ચા રાય ફરાર હતો. ધરપકડ બાદ અમિત ઉર્ફે બચ્ચારાયે જણાવ્યું હતું કે તે આ મુદ્દે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.

You might also like