બિહારની હડતાળથી અમદાવાદના વેપારીઓને કરોડોનું નુકસાન

અમદાવાદઃ બિહાર સરકારે ફિનિશ્ડ ફેબ્રિક્સ પર પાંચ ટકા વેટ લાગુ પાડતા અમદાવાદ અને સુરતનો કાપડ ઉદ્યોગ અટવાયો છે. પાંચ ટકા વેટની જોગવાઈને કારણે બિહારના વેપારીઓ હડતાળ પર હોવાથી અમદાવાદ-સુરતથી બિહાર મોકલવામાં આવેલો રૂ. ૮૦ કરોડથી વધુનો માલ અટવાઈ ગયો છે એટલું જ નહીં, લગ્નની સિઝનમાં વેટના નિર્ણયને કારણે ઓર્ડર્સ મળતા બંધ થવાથી વેપારીઓ વધુ મુશ્કેલીમાં મુકાયા છે. બિહારમાં રૂ. ૫૦૦ના ડ્રેસ અને રૂ. ૨૦૦૦ કે તેથી વધુની કિંમતની સાડી ઉપર પાંચ ટકા વેટ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે બિહારના વેપારીઓ શુક્રવારથી હડતાળ પર ઊતરી જવાથી અમદાવાદ સુરતથી મોકલવામાં આવેલો માલ રસ્તા ઉપર જ અટવાઈ ગયો છે.

અમદાવાદ-સુરતથી અંદાજે ૮૦ જેટલી ટ્રક બિહાર અને ગુજરાત વચ્ચે અટવાઈ ગઇ છે. એક ટ્રકમાં રૂ. ૨૫ લાખ જેટલું કાપડ ભરવામાં આવે છે. છેલ્લા એક સપ્તાહથી બિહારમાં વેટના વિરોધમાં વેપારીઓએ ગુજરાતમાં નવા ઓર્ડરનાં બુકિંગ બંધ કર્યાં છે, જેના કારણે લગ્ન સિઝનમાં જ અનેક વેપારીઓએ ધંધામાં ઓર્ડર ગુમાવ્યા છે.

િબહારમાં આ મુદ્દે વેટ મુક્તિના કારણે અત્યાર સુધી માત્ર બિલ જ મોકલતા હતા, પરંતુ સાડી અને ડ્રેસની કિંમત અને તેની સંખ્યા અંગેનું ડેકલેરેશન ફોર્મ િબહારમાં એન્ટ્રી પહેલાં તેમણે રજૂ કરવું પડશે. આજે બિહાર સરકાર સાથે વેપારીઓની મિટિંગ છે, જેમાં વેટ દૂર કરવાની રજૂઆત થશે, પરંતુ જો તેનો ઉકેલ નહીં આવે તો કાપડ ઉદ્યોગને મોટી અસર નુકસાની પેેટે જવાની શક્યતા છે. અા અંગે અમદાવાદ ગારમેન્ટ એસોસીયેશનના સેક્રેટરી અર્પણ વોરાએ જણાવ્યું હતું કે અમદાવાદના વેપારીઓનો માલ પણ ગુજરાત અને બિહાર વચ્ચે અટવાયો છે પરંતુ ચોક્કસ અાંકડાઓ મળ્યા નથી હજુ નુકસાન વધી શકે છે. અાજની બિહાર સરકારની બિહારના વેપારીઓની મીટીંગ બાદના નિર્ણય પર વધુ નુકસાન થશે કે કેમ તે નિર્ભર છે.

You might also like