સૃજન કૌભાંડનું રહસ્ય જાણતા મુખ્ય સૂત્રધાર નવીનનું મોત નીપજ્યું

ભાગલપુર: ચકચારી સૃજન કૌભાંડ અંગે રહસ્ય જાણનારા એવા સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિના મુખ્ય સૂત્રધાર નવીનને હાર્ટએટેક આવતાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે.

નવીનને ૨૦ દિવસ પહેલાં હાર્ટએટેક આવતાં તેને ભાગલપુરના જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તે પૂર્વ હાજીપુરનો રહીશ હતો. દરમિયાન આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ નવીન સાથે કામ કરતા માસ્ટર માઈન્ડ દીપક અને પ્રશાંત હાલ ભૂગર્ભમાંં ઊતરી ગયા છે. તેથી પોલીસ તેમને શોધી રહી છે.અને તેમના વિશે માહિતી એકત્ર કરી રહી છે. આ ચકચારી કૌભાંડ સાથે સંકળાયેલા કેટલાક લોકોનું માનવું છે કે મૃતક નવીન મનોરમાદેવી અને ભાજપના પૂર્વ નેતા વિપિન શર્માની તમામ હિલચાલથી વાકેફ હતો. તે શરૂઆતથી જ મનોરમાદેવીની સાથે જ હતો. તેને સંસ્થામાં કેટલી રકમના ચેક આવ્યા અને કેટલી રકમ ખાતામાં જમા થઈ છે તે અંગે સારી જાણકારી હતી. તેમજ કેટલી રકમ કયા ખાતામાં જમા કરાવવાની છે તેમજ કોને કેટલી રકમનો ચેક આપવાનો છે? તેની પણ માહિતી તે સારી રીતે રાખતો હતો.

આ સંસ્થાના સબૌરના પ્રખંડ સહકારિતા પ્રસાર પદાધિકારી(બીસીઓ) સુશીલકુમારે સૃજન મહિલા વિકાસ સહયોગ સમિતિ લિમિટેડના તમામ હોદેદારો સામે સબૌર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like