બિહારનાં પરિણામોને લઈને જીએસટી બિલ સામે વધુ મુશ્કેલીઓ ઊભી થશે?

નવી દિલ્હી: સરકારે જીએસટી બિલ લોકસભામાંથી પસાર કરી દીધું છે, પરંતુ રાજ્યસભામાં પસાર કરવાનું હજુ બાકી છે. તેવા ટાણે જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતાં હવે જીએસટી બિલ પસાર કરવા સામે વધુ પ્રશ્નાર્થ ઊભા થઇ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બિહારના ચૂંટણી પરિણામોથી વિરોધ પક્ષો વધુ ગેલમાં આવ્યા છે અને તેઓનો વિશ્વાસ વધ્યો છે. આવા સંજોગોમાં સરકારને રાજ્યસભામાં જીએસટી બિલ પસાર કરવું વધુ કઠિન સાબિત થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે સરકારે આગામી ૧ એપ્રિલ, ૨૦૧૬થી જીએસટી બિલ લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. તે માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ તૈયારીઓ પણ આરંભાઇ ચૂકી છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે આંતરરાજ્ય વેપાર પર એક ટકા વધારાનો કર લગાવવાને કારણે જીએસટીનું સ્વરૂપ બગડશે અને તેને કારણે તેની ઊંધી અસર પડશે. તેઓ સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે.

You might also like