બિહાર કોઇના બાપની મિલ્કત નહી કે દાન આપતા ફરે : નીતીશ

પટના : બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સુપ્રીમ કોર્ટનાં પુર્વ ન્યાયાધીશ માર્કન્ડેય કાટજુના પાકિસ્તાનને કાશ્મીર સાથે બિહાર દેવાનાં નિવેદનનો આકરો જવાબ આપ્યો હતો. નીતીશે કહ્યું કે કાટજુનાં નિવેદન પરથી લાગે છે કે તેઓ જ બિહારનાં માઇ-બાપ છે. કુમારે સરકારનાં સાત નિશ્ચયો હર ઘ નળનું પાણી તથા શૌચાલયનું નિર્માણ, ઘરનું સન્માન યોજનાના શુભારંભ દરમિયાન પોતાના સંબોધનમાં કાટજુનું નામ લીધા વગર જ કહ્યું હતું.

હાલનાં દિવસોમાં કેટલાક લોકોને માધ્યમોમાં ચમકવાવી બિમારી લાગુ પડી છે. તેના માટે તેની પાસે એક સરળ રસ્તો છે. બિહાર અંગે ઉલ્ટા નિવેદનો આપીને લોકો માધ્યમોમાં ચમક છે. આવા જ એક મહાશય છે જેમણે કહી દીધું કે પાકિસ્તાનને કાશ્મીર આપી દેવું જોઇએ પણ શરત માત્ર એટલી કે તેણે બિહાર પણ લેવું પડશે. આ નિવેદન પરથી લાગે છે કે તેઓ જ બિહારનાં માઇ-બાપ છે.

મુખ્યમંત્રીએ આકરા શબ્દોમાં કહ્યું કે બિહાર કોઇનાં બાપની જાગીર નથી, કે તે પોતાની કુંઠા કાઢવા માટે બિહારને માધ્યમ બનાવે અથવા તેનું દાન આપતા રહે. તેમણે બિહારને ચંદ્રગુપ્ત મોર્ય અને સમ્રાટ અશોકની ધરતી ગણાવી હતી. બિહાર તે જ ધરતી છે જ્યાંથી તે વૃહદ ભારતવર્ષ પર શાસનનું સંચાલન થયું જે વાસ્તવિક રીતે વર્તમાનમાં ભારતનો કોઇ ભાગ બચ્યો જ નહી. બિહારનો પોતાનો ગૌરવશાળી ઇતિહાસ છે. આ તે જ ધરતી છે જ્યાં આર્યભટ્ટે શુન્યનો આવિષ્કાર કર્યો અને ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી. તેની પોતાની એક ગરિમામય ઓળખ છે. માટે કોઇએ બિહારનાં માઇ બાપ બનવાની જરૂર નથી.

આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે બિહારમાં હાલમાં લાગુ દારૂબંધીથી કેટલાક લોકો ખુબ પરેશાન થઇ ગયા છે. તેઓ વિચારે છે કે બિહાર જશે તો રાત પસાર કઇ રીતે કરશે. તેનો અર્થ માત્ર એવો થયો કે હવે બિહાર પાકિસ્તાનને આપી દો. અત્રે ઉલ્લેખનીય છે કે, કાટજુ પોતાનાં વિવાદિત નિવેદનોનાં કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

You might also like