ભર સભામાં મોદીના ફોટો પર મંત્રીએ ફટકાર્યા જૂતા, નીતીશ ભડક્યા

નવી દિલ્હીઃ બિહારમાં મંત્રી અબ્દુલ જલીલ મસ્તાનની સભામાં પીએમ મોદીના ફોટો પર જૂતાં ફટકાવાનો મામલો સામે આવ્યો છે. બિહાર વિપક્ષી દળ બીજેપીએ જ્યાં રસ્તાથી લઇને વિધાનસભા સુધી વિરોધ કર્યો છે. ત્યાં નીતીશ કુમારે મંત્રીના કામને ખોટુ ગણાવ્યું છે. જેડીયૂ મંત્રીને આ મામલે માંફી માંગવાનું કહેવામાં આવ્યું છે. મંત્રીના કામને લઇને નીતીશે કહ્યું છે કે આ યોગ્ય નથી. આ ખોટી બાબત છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે પણ કહ્યું કે મંત્રીએ આ રીતે અપશબ્દો ન બોલવા જોઇએ. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અશોક ચૌધરીએ પણ આ બાબતે ટિપ્પણી કરતા દુઃખ વ્યક્ત કર્યું છે.

બિહાર સરકારમાં ઉત્પાદક તેમજ મધ નિષેધ મંત્રી અબ્દુલ જલલી મસ્તાની સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો પર જૂત્તા ફટકારાવ્યા હતા. ખૂદ મંત્રી અબ્દુલ જલીલ મસ્તાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ સભામાં ડફેર કર્યા હતા. આ ઘટનાનો વિવાદીત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  આ ઘટના 22 ફેબ્રુઆરીની છે. જ્યારે પૂર્ણિમાં જિલ્લામાં મંત્રી અબ્દુલ જલીલ મસ્તાન કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત જન વેદના સમંલનને સંબોધિત કરી રહ્યાં હતા. જેમાં મંત્રીજી પ્રધાનમંત્રીની નોટબંદીની ટિકા કરી રહ્યાં હતા.

http://sambhaavnews.com/

You might also like