માન ગયે ગુરૂ: ગેસ સિલિન્ડરમાં ભરીને લઇ જવાતો હતો દારૂ, પોલીસ પરેશાન

પટના: બિહારમાં દારૂબંધી બાદ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં દારૂના બંધાણીઓ નશો કરવા માટે અલગ-અલગ રીતે લોકોને હસવા પર મજબૂર કરી રહ્યાં છે અથવા તો પછી ચોંકાવી રહ્યાં છે. જી હાં ટીવી ચેનલના માધ્યમથી આ સમાચાર પ્રકાશમાં આવ્યા છે કે ગુરૂવારે દારૂડીયાઓ પોતાન જુગાડથી આશ્વર્યમાં મુકી દીધા.

જો કે આ વખતે તો હદ પાર થઇ ગઇ જ્યારે પોલીસ અને વહિવટીતંત્રના હાથે એક દારૂથી ભરેલો ગેસ સિલિન્ડર પકડ્યો. આ તસ્કર ઝારખંડથીબિહાર આ સિલિન્ડર લઇ જઇ રહ્યો હતો.

કેસની તપાસ કરી રહેલી ગોવિંદપુરની પોલીસ પણ અનોખો જુગાડ જોઇને આશ્વર્યમાં પડી ગઇ. તસ્કરોએ ગેસ સિલિન્ડરના તળીયાને કાપી તેમાં દારૂના પાઉચ ભર્યા હતા. આ પહેલીવાર ન હતું કે તસ્કરો આ રીત અપનાવી રહ્યાં હતા. જો કે એક મહિનાથી ચાલી રહ્યું હતું. સિલેંડરમાં 145 પાઉચ મળી આવ્યા હતા.

પોલીસે વાહન ચેકિંગ દરમિયાન આ સિલિન્ડરને જપ્ત કર્યો. તસ્કરોએ સિલિન્ડરની નીચેના ભાગને કાપીને ઢાંકણ બનાવ્યું હતું. જેથી સરળતાથી દારૂ અંદર ભરી શકાય. આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે. બંને આરોપી નવાદાના મિર્જાપુરના રહેવાસી છે.

You might also like