બિહારમાં દારૂબંધીથી હોસ્પિટલો ભરચક બની

પટણા: બિહારમાં નીતીશકુમારે દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. ગઈકાલે નિર્ણય લેવાઈ ગયો કે હવે કોઈપણ વ્યક્તિ રાજ્યમાં દેશી કે વિદેશી દારૂ ખરીદી, વેચી કે પી નહીં શકે. મહિલાઅોઅે અા નિર્ણયનું સ્વાગત કર્યું છે પરંતુ રોજ દારૂ પીનારા લોકો અાનાથી પરેશાન બન્યા છે.

પહેલા દિવસે જ્યારે સાંજે દારૂ ન મળ્યો તો કેટલાક લોકો બીમાર થવા લાગ્યા. કેટલાક લોકોને ઇલાજ માટે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું. ઋષિ કપૂરે નીતીશકુમારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. ઋષિ કપૂરે ટ્વિટ કરીને જણાવ્યું કે અા પ્રકારે બિહારને ફાયદા કરતાં વધુ નુકસાન થશે. ગેરકાયદે દારૂનો ધંધો વધશે અને બિહારને ૩,૦૦૦ કરોડ રૂપિયાના રેવન્યુનું નુકસાન થશે. દારૂબંધી અત્યાર સુધી સંપૂર્ણ સફળ થઈ નથી.

રોજ દારૂ પીનારા લોકોને જ્યારે સાંજે દારૂ પીવા ન મળ્યો ત્યારે અજીબ પ્રકારની ઘટનાઅો સામે અાવી. ૪૫ વર્ષના ગેસુદ્દીન ૨૦ વર્ષથી દેશી દારૂ પીતા હતા. તેમને છેલ્લા બે દિવસથી દારૂ ન મળતાં પાગલ જેવું વર્તન કરવા લાગ્યા. અચાનક જ તેઅો ઘરમાં મૂકેલો સાબુ ખાવા લાગ્યા. તેમના પરિવારજનોઅે તેમને એમજેકે હોસ્પિટલના નશા મુક્તિ કેન્દ્રમાં ભરતી કરાવ્યા.

મોતીહારીના ચેનપુર નિવાસી ૫૦ વર્ષના રઘુનંદન બેસરા માટે પણ દારૂબંધી મુસીબત બની. રઘુનંદન છેલ્લા બે દિવસથી દારૂ માટે બેચેન હતા. ગઈકાલે તેઅો બેભાન થઈને પડી ગયા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હોસ્પિટલના અધિકારીઅોઅે જણાવ્યું કે છેલ્લા બે દિવસથી અહીં ૫૪ દર્દીઅો લાવવામાં અાવ્યા છે તેમાંથી બેની હાલત ગંભીર છે. મુઝફ્ફરનગરની અાર્મી કેન્ટિનમાં પણ દારૂ ન મળ્યો. દારૂ માટે લોકો મોટી સંખ્યામાં રિટાયર્ડ અાર્મી અધિકારીઅો કેન્ટિનમાં પહોંચ્યા. જ્યારે તેમને જાણ થઈ કે અહીં પણ દારૂ મળતો નથી ત્યારે તેમણે હંગામો કર્યો.

You might also like