નીતીશના જનતા દરબારમાં હોબાળો, ગુસ્સે ભરાયેલા શખ્સે બંડલ ફેક્યું

પટનાઃ પટનામાં સોમવારે મુખ્યમંત્રી નીતીશ કુમારના જનતા દરબારમાં હોબાળો થયો હતો. ત્યાં પહોંચેલા એક યુવકે સીએમ પર કાગળનું બંડલ ફેક્યું હતું. જનતા દરબારમાં લોકોની ફરિયાદ સાંભળવા દરમ્યા આ ઘટના બની હતી. આરોપીની ઘરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી નીતીશ કુમારનો દરબાર સોમવારે સવારે 10 વાગ્યે ભરાયો હતો.

નીતીશ તે દરમ્યાન અલગ અલગ વિભાગની ફરિયાદ સાંભળી રહ્યાં હતા. રાજ્યના ડીજીપી સહિત રાજ્યના અનેક વરિષ્ઠ અધિકારીઓ ત્યાં હાજર હતાં. ત્યારે એક વ્યક્તિએ પોતાની ફરિયાદ કહેવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ સ્પષ્ટ થાય તે પહેલાં જ તેણે કાગજના ટુકડાઓનો એક બંચ બનાવ્યો અને નીતીશ તરફ ફેક્યો. આ ઘટનાની સાથે જ સુરક્ષાકર્મીઓ સતેજ બની ગયા અને આરોપીની ઘરપકડ કરી અને તેની પૂછપરછ શરૂ કરી છે.

You might also like