બિહાર બોર્ડે સાયન્સ અને આર્ટ્સના ટોપર્સનું રિઝલ્ટ હોલ્ડ કર્યું, 3 જૂને થશે તપાસ

પટના: ઇન્ટર સાયન્સ અને આર્ટ્સના ટોપર પર બિહાર બોર્ડ પર અસમંજસમાં છે. આ મુદ્દે ઉદભવી રહેલા પ્રશ્નોને ગંભીરતાથી લેતાં બિહાર બોર્ડે સાયન્સ અને આર્ટ્સના પહેલા પાંચ ટોપર્સનો ઇન્ટરવ્યું લેવાનો નિર્ણય કર્યો છે. તેમની લેખિત પરીક્ષા પણ થશે. જરૂર પડશે તો તેમની કોપીઓને મેચ કરવામાં આવશે. બોર્ડ અધ્યક્ષ લાલકેશ્વર પ્રસાદનું કહેવું છે કે સત્યતા જાણવા માટે આ જરૂરી છે.

આ વિદ્યાર્થીઓને બોર્ડના કાર્યાલયમાં બોલાવવામાં આવશે. બોર્ડની કમિટી આ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યું લેશે. ટોપરની લેખિત પરીક્ષા પણ લેવામાં આવશે. ત્યારબાદ કમિટી બોર્ડ નિયમો અનુસાર ફેંસલો કરશે. બોર્ડના અધ્યક્ષ પ્રો.લાલકેશ્વર પ્રસાદે કહ્યું કે કોપીઓમાં જે લખવામાં આવ્યુ6 હતું. તેના આધારે ગુણ આપવામાં આવશે. પરીક્ષા તંત્રની દેખરેખમાં યોજાઇ છે, કોપીઓની તપાસ શિક્ષકોએ કરી છે. તેમાં ક્યાં અને કેવી રીતે ગરબડી કરવામાં આવી છે. તેની તપાસ કરવામાં આવી રહી છે.

પ્રો. લાલકેશ્વર પ્રસાદે જણાવ્યું કે એક અઠવાડિયાની અંદર બધા ટોપરોને બોલાવવામાં આવશે. બધા ટોપરોને કોલેજો તથા સ્કૂલોના શિક્ષકોને પત્ર મોકલવામાં આવી રહ્યાં છે. આમ તો બોર્ડે જે ટોપરોની યાદી જાહેર કરી હતે તેમાં પહેલાં જ જણાવવામાં આવ્યું હતું કે આ ટોપરોની પ્રોવિજનલ યાદી છે. તેમાં ફેરફાર થઇ શકે છે. સ્ક્રૂટની બાદ ગત વર્ષે પણ ઘણા ટોપર બદલાયા હતા.

વીઆર કોલેજ કીરતપુર, વૈશાલીની પરીક્ષા જીએ ઇન્ટર કોલેજમાં યોજાઇ હતી. પરીક્ષા બાદ કોપીઓને યોગ્ય જગ્યાએ રાખવાની જવાબદારી ડીએમની હતી. બોર્ડને જેવું રિઝલ્ટ પ્રાપ્ત થયું છે તેના આધારે જ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ટોપરોની કોપી ઘણીવાર તપાસવામાં આવી હતી.

You might also like