બિહારમાં દહેજનો રેટ વધ્યોઃ IASને મોં માગી કિંમત, બેન્કરને ૩૦ લાખ

પટણા: બિહારમાં ગયા વર્ષની સરખામણીમાં દહેજનો રેટ રપ ટકા સુધી વધી ગયો છે. આઇએએસને મોં માગી કિંમત મળી રહી છે તો બેન્કરનો રેટ પણ ૧૦થી ૩૦ લાખ સુધીનો છે. દોઢ વર્ષ પહેલાં એક બેન્ક કલાર્કનો રેટ ૬થી ૮ લાખ હતો, પરંતુુ હવે ૭થી ૧૦ લાખ સુધીનો છે. આ રીતે અન્ય કેટેગરીના દુલ્હાના રેટમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

બિહારમાં રહેતા સિંહ સાહેબે તાજેતરમાં પોતાની પુત્રીનાં લગ્ન કર્યાં. પુત્રી સરકારી બેન્કમાં કલાર્ક છે. દુલ્હો શોધવા નીકળ્યા ત્યારે રેટની જાણ થઇ. છોકરી નોકરી કરી રહી હોવા છતાં પણ વર પક્ષની પહેલી શરત કેશ હતી. તેઓ પ૦ પરિવારમાં સંબંધ લઇને ગયા, પરંતુ દરેક જગ્યાએ ૧૦ લાખ રોકડની માગણી કરાઇ અને ઘરેણાં અલગથી.

શર્માજી તેમની પુત્રીનાં લગ્ન માટે આઇએએસ વર શોધવા નીકળ્યા. પાંચ કરોડ સુધી આપવા તૈયાર થયા. વર પક્ષ આઠ કરોડથી નીચે ન આવ્યો. આ બિહારમાં દહેજની નાનકડી તસવીર છે. લોકોએ અહીં દહેજ માટે પોતાનાં જમીન-જાયદાત પણ ગીરવે મૂકી દીધાં છે. કેટલાક લોકો કેશના બદલે છોકરીવાળા પાસે જમીન અને ઝવેરાતની ડીલ પણ કરે છે.

બિહારમાં દહેજ પ્રથા એ હદે વકરી છે કે દહેજમાં કેશ, ઝવેરાત અને ગાડી તો જરૂરી છે જ, પરંતુ તે ઉપરાંતનું લિસ્ટ પણ લાંબું હોય છે. ઇલેક્ટ્રોનિક સામાનની બ્રાન્ડ પણ નક્કી કરવામાં આવે છે. ખાવા-પીવાના મેનુ અને જાનને રોકાવા માટે એસી રૂમની શરત પણ રખાય છે. કયું બેન્ડ હશે તે પણ વર પક્ષના લોકો નક્કી કરે છે.
http://sambhaavnews.com/

You might also like