નીતીશ કુમાર બન્યા જદયૂનાં નવા અધ્યક્ષ

નવી દિલ્હી : જનતાદળ (યૂ)નાં રાષ્ટ્રીય કાર્યસમિતીની બેઠક પુરી થઇ ચુકી છે. આ બેઠકમાં નીતીશ કુમારને પાર્ટીનાં નવા અધ્યક્ષ પસંદ કરવામાં આવ્યા છે. આ બેઠકમાં નીતીશ કુમારને પાર્ટીનાં નવા અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. હાલનાં અધ્યક્ષ શરદ યાદવે આ પદ માટે ચોથીવાર પોતાનું નામ જાહેર નહી કરવાનું નક્કી કર્યું હતું. આ પદ પર શરદયાદવ છેલ્લા 10 વર્ષોથી છે. પાર્ટી અધ્યક્ષનાં રૂપે શરદ યાદવે ત્રણ સતત કાર્યકાળ પુરા કર્યા છે.

શરદ યાદવ, બિહારનાં મુખ્યમંત્રીની સાથે પાર્ટીનાં સંસ્થાપકો પૈકી એક છે. તે આ પદ પર 2006થી જ હતા. જયદૂની સાથે અજીત સિંહની રાલોદ અને ઝારખંડનાં પૂર્વમુખ્યમંત્રી બાબૂલાલ મરાંડી નીત ઝારખંડ વિકાસ મોર્ચાનાં વિલયની પણ ચર્ચા થઇ રહી છે. બેઠક બપોરે મળી હતી. જો કે બેઠકમાં શું ચર્ચા થઇ અથવા તો બેઠકમાં શું નિર્ણય લેવામાં આવ્યો તે અંગે હજી સુધી કોઇ જ માહીતી મળી શકી નથી.

You might also like