બિહારના CM નીતીશકુમારને ઝેડ પ્લસ સુરક્ષા પૂરી પડાઈ

પટણાઃ બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા વિશિષ્ટ વ્યકિતને અપાતી ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા હવે નીતીશકુમારને પણ આપવાનો નિર્ણય કરાયો છે, જે તેમને રાજ્ય બહાર જાય ત્યારે મળશે. હાલ મુખ્યપ્રધાન નીતીશકુમારને બિહાર પોલીસના સ્પેશિયલ સિક્યો‌િરટી ગ્રૂપ (એસએસજી) તરફથી સુરક્ષા આપવામાં આવી રહી છે.

મુખ્યપ્રધાન નીતીશકુમારને અત્યાર સુધી બિહાર બહાર જાય ત્યારે ઝેડ શ્રેણીની સુરક્ષા મળતી હતી, પરંતુ હવે આવી સુવિધામાં વધારો કરી ઝેડ પ્લસ કરવામાં આવશે. આ અંગે ગત વર્ષે જ બિહાર પોલીસ તરફથી તેમની સુરક્ષા વ્યવસ્થા ઝેડ પ્લસ કરવાનો પ્રસ્તાવ રાજ્ય સરકારના માધ્યમથી ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો હતો અને આખરે તે મુજબ કેન્દ્ર સરકારે નીતીશકુમારની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી ઝેડ પ્લસ સુરક્ષા કરી છે.

તેથી હવે જ્યારે પણ નીતીશકુમાર રાજ્ય બહાર જશે ત્યારે તેમને આવી સુરક્ષા સુવિધા મળશે. આ અંગે ગૃહ મંત્રાલયે ગઈ કાલે જાહેરનામું બહાર પાડી દેશનાં તમામ રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ પ્રમુખને આદેશ આપવામાં આવ્યો છે.

આ અંગે વધુમાં જણાવવામાં આવ્યું કે નીતીશકુમારને હાલમાં રાજ્યમાં જે સુરક્ષા સુવિધા મળે છે તે યથાવત્ રહેશે, જોકે તેમની સાથે એસએસજીના અધિકારી અને જવાન રહેશે કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી,

You might also like