દારૂબંધીથી લોકો પરેશાન, કોઇએ યાદશક્તિ ગુમાવી તો કોઇએ સાબુ ખાધો

પટના: બિહારમાં દારૂ પર પાબંધી લગાવ્યાના એક દિવસ બાદ આ બેનની અસર જોવા મળી રહી છે. મંગળવારે અને બુધવારે બિહારના ડોક્ટરોની પાસે આ બેનને સહન ન કરી શકનાર દારૂડીયા દર્દીઓ આવ્યા. તેમાંથી કોઇએ પરિવારવાળાઓને ઓળખી શકતો નથી તો નશાના લીધે સાબુ ખાઇ રહ્યો છે.

આ બેનના એક જ દિવસ બાદ રાજ્યના 38 નવા નશામુક્તિ કેન્દ્રોમાં આ પ્રકારના લગભગ 750 દર્દીઓ આવ્યા. નશા મુક્તિ કેન્દ્રમાં એક 30 વર્ષના વ્યક્તિને ભરતી કરાવવામાં આવ્યા. તે 31 માર્ચ સ્ધી રોજ 600-1200 મિલી. દેસી દારૂ પીતો હતો. તેના પરિવાજનોનું કહેવું છે કે તે તેમને ઓળખી શકતો નથી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તે બરોબર ઉભો પણ રહી શકતો ન હતો.

ટીવી ચેનલો પર બુધવારે બેતિયની એક વિચિત્ર ઘટના સામે આવી. અહીં ગૈસુદ્દીન ગત 20 વર્ષોથી દેસી દારૂ પી રહ્યો છે. એક એપ્રિલથી દારૂ પર પ્રતિબંધ લાગવાથી તેને દારૂ ન મળ્યો તો તે ગાંડા જેવું વર્તન કરવા લાગ્યો. નશા માટે તેણે ઘરમાં રાખેલા સાબુ ખાઇ ગયો.

You might also like