બિહારમાં દારૂ પર બેનઃ નહી મળે દેશી કે વિદેશી દારૂ

પટનાઃ બિહારમાં આજથી દેશી કે વિદેશી દારૂના વેચાણ પર બેન કરી દેવામાં આવ્યો છે. નીતીશ કુમારના આ નિર્ણય પર આજે કેબિનેટની મોહર લાગી ગઇ છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બિહારમાં આજથી વિદેશી દારૂની ખરદી અને વેચાણ પર નિયંત્રણ લાદી દેવામાં આવ્યું છે. સાથે જ દારૂ વેચવાનું લાયસન્સ કોઇને પણ આપવામાં નહીં આવે.. મુખ્યમંત્રી નીતીશકુમારે જણાવ્યું છે કે દારૂ પીવા, વેચવા અને તેનો વ્યાપાર કરવા પર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું છે. નીતીશ કુમારની કેબિનેટમાં આઠ એજન્ડાઓ પર મોહર મારી દેવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે આજથી કોઇ પણ હોટલ કે બારમાં દારૂ નહીં વેચવામાં આવે અને તેનું લાયસન્સ પણ કોઇને આપવામાં નહીં આવે. આ નિર્ણય પછી બિહાર દેશનું ચોથુ રાજ્ય છે કે જ્યાં દારૂ વેચવા અને ખરીદવા પર નિયંત્રણ લાદવામાં આવ્યું છે. ગુજરાત, નાગાલેન્ડ અને મિઝોરમમાં આ કાયદો પહેલેથી જ છે. બીજેપી નેતા સુશીલ મોદીએ સરકારના આ નિર્ણયને આવકર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ, જનતા અને મીડિયાના દબાણથી સરકાર આખરે નમી ગઇ.

You might also like